ઓફીસ- દુકાન પર બેસતા પહેલા બોલો માં લક્ષ્મીનો આ મંત્ર, વધવા લાગશે ઘરાકી

આજના યુગમાં કોઈને ય નોકરી કરવી નથી ગમતી. ઘણા લોકોનું મગજ ધંધામાં વધારે ચાલે છે. તેવામાં તેઓ પોતાની પસંદની વસ્તુની દુકાન ખોલી લે છે. તી બીજીતરફ બીજા કેટલાક લોકોને પોતાની ઓફીસ હોય છે. આ બન્ને ય કામોમાં ફાયદો ત્યારે જ થાય છે જયારે તમારી દુકાન કે ઓફિસમાં આવરો જાવરો લાગેલો રહે છે. વેપારી બંધુઓ માટે તો ગ્રાહક જ ભગવાન હોય છે.

જો એકવાર તમારી દુકાનનો સિક્કો ચાલી જાય અને તમે ફેમસ થઈ જાઓ તો પૈસા જ પૈસા છે. જો કે ઘણી વખત દુકાન ખોલ્યા બાદ લોકો માખીઓ મારતા જોવા મળે છે. નફો તો દૂર ઘણા લોકો તેમના વ્યવસાયમાં નુકસાન થવા લાગે છે. તેવા લોકો માટે આજે અમે લાવ્યા છીએ અદ્ભુત ઉપાય. પૈસાનો સીધો સંબંધ તમારા નસીબ સાથે પણ હોય છે.

જો તમે નસીબદાર છો તો દુકાનદારને પણ એક મહિનામાં વર્ષની આવક કરી જાય છે. બીજી તરફ નસીબ ખરાબ હોય તો એક મહિનાની કમાણી પણ આખા વર્ષમાં મળતી નથી. જ્યારે નસીબ અને પૈસાની વાત આવે છે, તો આપણે કોઈપણ વિલંબ કર્યા વિના દેવી લક્ષ્મીના ચરણોમાં જવું જોઈએ.

હિન્દુ ધર્મ અનુસાર દેવી લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેમને ક્યારેય ધનની કમી નથી હોતી. આવી સ્થિતિમાં માં લક્ષ્મી પણ આપણા વેપારી ભાઈઓનો વેપાર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

તમારે માત્ર એટલું કરવાનું છે કે જ્યારે પણ તમે તમારી દુકાન ખોલો અને ધંધો કરવા બેસો, તો તે પહેલા માં લક્ષ્મીનો આ વિશેષ મંત્ર બોલો. તેનાથી તમને ઘણો ફાયદો મળશે. તેના માટે તમે તમારી દુકાનનું શટર ઉપાડતા જ પહેલા, “ॐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्यो लक्ष्मी प्रचोद्यात।” મંત્રનો જાપ કરો. તમારે આ મંત્રનો સાત વાર જાપ કરવો. તે પછી જ દુકાન ખોલો અને અંદર પ્રવેશ કરો.

દુનાકમાં ગયા પછી તમારે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે દીવો અને અગરબત્તી કરવી જોઈએ. તેની સાથે જ ફૂલ ચડાવો અને માતાજીની ઘીના દીવાથી આરતી ઉતારો. આ ક્રિયા પૂર્ણ થયા પછી જ દુકાનનો શુભારંભ કરો. જો તમે આ કામ દરરોજ કરશો તો જોતા જ તમારી ઘરાકી દિવસ પ્રતિ દિવસ વધતી જશે. તમારી દુકાનનું નામ થશે અને ઘરાકો વારંવાર આવશે..

જો કે આ કામને સારી રીતે કરવા માટે એક ખાસ શરત પણ છે. માં લક્ષ્મીને માત્ર પ્રામાણિક લોકો જ પસંદ હોય છે. બેઇમાન લોકો તેમને પસંદ નથી આવતા. તેથી, જો તમે ગ્રાહકોની સાથે ઈમાનદારીથી વેપાર કરો છો અને માં લક્ષ્મીના મંત્રનો જાપ પણ કરો છો, તો તમને ચોક્કસપણે તેમના આશીર્વાદ મળશે.

પરંતુ જો તમે કોઈપણ પ્રકારની બેઈમાની કરશો તો તમારો ખરાબ સમય શરૂ થઈ જશે. તેથી આ નિયમોનું પાલન કરવાનું ધ્યાન અવશ્ય રાખો. આશા રાખીએ છે કે તમને તમારા વ્યવસાયને વધારવાની આ રીત પસંદ આવી હશે. હવે તેને અન્ય લોકો સાથે શેર કરીને તેમને મદદ પણ કરી દો.