Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
સ્વર્ગલોકમાં નહીં પણ આ જગ્યાએ નિવાસ કરે છે દેવતાઓ, જાણો બ્રહ્માંડમાં કેટલા લોક છે - Gujarat Beat

સ્વર્ગલોકમાં નહીં પણ આ જગ્યાએ નિવાસ કરે છે દેવતાઓ, જાણો બ્રહ્માંડમાં કેટલા લોક છે

દરેક ધર્મની પોતાની માન્યતાઓ હોય છે. તેવી જ રીતે હિંદુ ધર્મમાં પણ અનેક પ્રકારની માન્યતાઓ છે. તેમાંની એક માન્યતા લોક વિશે છે. બાળપણથી આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે આ બ્રહ્માંડમાં ત્રણ લોક છે. સ્વર્ગ લોક, પુર્થ્વી લોક અને નર્ક લોક. એવું હંમેશા કહેવામાં આવ્યું છે કે ધાર્મિક પુસ્તકોમાં પણ ઉલ્લેખ છે કે સ્વર્ગ લોક દેવતાઓનું નિવાસસ્થાન છે, નરક એ દુષ્ટ આત્માઓનું નિવાસસ્થાન છે, જ્યારે પૃથ્વી નશ્વર જીવોનું નિવાસ સ્થાન છે એટલે કે મનુષ્ય જેવા જીવોનું.

પરંતુ તાજેતરમાં જ દુનિયા સાથે જોડાયેલી આવી જ જાણકારીઓ વિશે જાણવા મળ્યું છે, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે પહેલા ક્યારેય આવું કંઈ સાંભળ્યું નહીં હોય. બ્રહ્માંડમાં ત્રણ નહીં પરંતુ દસ લોક છે. હા તમે સાચું સાંભળી રહ્યા છો. સ્વર્ગ લોકને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ એક રીતે જોવા જઈએ તો આ દસ લોકમાંથી પાંચમા નંબરે સ્વર્ગનું સ્થાન આવે છે.

આવો જાણીએ આ દસ લોકમાંથી કયું સૌથી ઉપર છે અને કયું સૌથી નીચે છે. વિશ્વના આ નવા સિદ્ધાંત મુજબ સત્યલોક ટોચ પર આવે છે. બ્રહ્મા, સરસ્વતી અને અન્ય ઘણી ધાર્મિક હસ્તીઓ આ લોકમાં રહે છે. સત્યલોક એ જ લોકોને પ્રાપ્ત થાય છે જેમણે અનંતકાળની તપસ્યા કરીને ભૌતિક જગતની આસક્તિનો ત્યાગ કર્યો હોય.

આ પછી તપો લોક આવે છે, જે સત્યલોકની નીચે ૧૨ કરોડ યોજન (ચાર કોસની એક યોજના) નીચે સ્થિત છે. તપોલોકમાં ચાર કુમારો સનત, સનક, સનંદન અને સનાતન નિવાસ કર છે. તેમનું શરીર પાંચ વર્ષના બાળક જેવું છે, તેથી તેમને કુમાર કહેવામાં આવે છે. તેમની પવિત્રતાને કારણે આ કુમારો બ્રહ્મલોક અને વિષ્ણુના સ્થાન વૈકુંઠમાં જઈ શકે છે.

દેવલોકમાં અપ્સરાઓ પણ છે દેવતાઓની સાથે: તપો લોકથી આઠ કરોડ યોજન નીચે સ્થિત છે મહર લોક. અહી ઋષિ- મુનિ રહે છે. જો ઈચ્છે તો ભૌતિક લોક અને સત્ય લોકમાં ફરી શકે છે. જન લોક કે મહર લોકમાં રહેનારા લોકો ઘણા જલ્દી અલગ- અલગ લોકમાં જઈ શકે છે. તેમની ઝડપ એટલી તેજ હોય છે કે તેમને વિજ્ઞાન પણ નથી સમજી શકતું.

હવે સ્વર્ગ લોક આવે છે, જે અત્યાર સુધી સર્વોચ્ચ માનવામાં આવતું હતું. આ દુનિયામાં ૩૩ કરોડ દેવી – દેવતાઓનો નિવાસ છે. આ સ્થળ પૃથ્વીની મધ્યમાં મેરુ પર્વત પર આવેલું છે. તેની ઉંચાઈ ૮૦ હજાર યોજન છે. આ જગતમાં દેવતાઓ સિવાય અપ્સરાઓ, ગંધર્વો અને દેવદૂત પણ રહે છે.

ધ્રુવ લોકમાં છે સૂર્ય અને સૌરમંડળના તમામ ગ્રહો: જો સ્વર્ગ લોકમાં રહેતા લોકો ભૌતિક જોડાણનો સંપૂર્ણ ત્યાગ કરે, તો તેઓ મુનિ જગતમાં ચાલ્યા જાય છે. તેનાથી ઊલટું જો તેમનું આકર્ષણ ભૌતિક જગત તરફ વધતું જાય તો તેમને પૃથ્વીલોકમાં જન્મ લેવો પડે છે. આ ઉપરાંત મહર લોકથી એક કરોડ યોજન નીચે ધ્રુવ લોક પણ છે, જ્યાં આકાશગંગાઓ અને વિવિધ નક્ષત્રો સ્થિત છે.

એવું કહેવાય છે કે ધ્રુવ લોક બધા જગતના ખત્મ થવા પછી પણ અસ્તિત્વમાં રહેશે. સૂર્ય ઉપરાંત સૌરમંડળના તમામ ગ્રહો પણ અહીં જ નિવાસ કરે છે. પાતાળ લોકમાં નિવાસ કરે છે આત્માઓ: ધ્રુવ લોકથી એક લાખ કરોડ યોજન નીચે સ્થિત છે સપ્તઋષિઓનું નિવાસસ્થાન, જેને સપ્તર્ષિ લોક કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં સાત ઋષિઓનો સૌથી મહત્વપૂર્ણ સમૂહ આ દુનિયામાં અનંતકાળ માટે રહે છે. હવે નશ્વર લોક આવે છે, એટલે કે આપણી પૃથ્વી અને તેની પછી વારો આવે છે પાતાળ લોકનો કે જે અસુરોનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. અહિયાં પર અસુરી શક્તિઓનું નિવાસ સ્થાન છે.