આપણા સમાજમાં કિન્નર સમુદાયને અલગ દરજ્જો આપવામાં આવેલો છે. તેમના અસ્તિત્વને લઈને સમાજમાં ઘણી વાતો ચાલતી રહેતી હોય છે પરંતુ તેમના વિશે એવા ઘણા રહસ્યો હોય છે જેનાથી દુનિયા હજુ પણ અજાણ છે અને જેને દરેક લોકો જાણવા માંગતા હોય છે. તેમની દુનિયા બહારથી જેટલી જુદી દેખાય છે એટલી જ અંદરથી રહસ્યમય પણ છે.
તેમના રીતિરિવાજો અને સંસ્કારો અન્ય ધર્મોથી સાવ અલગ હોય છે. સમાજમાં આ સમુદાયને થર્ડ જેન્ડર, ટ્રાન્સ જેન્ડર અને ટ્રાન્સજેન્ડર જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે પરંતુ સમાજમાં તેમનું વિશેષ મહત્વ રહેલું છે.
એવી માન્યતા છે કે જો કોઈ વ્યંઢળના આશીર્વાદ તમારી સાથે હોય તો તમે ક્યારેય નિર્ધન ના થઇ શકો. કહેવાય છે કે, મહેનત કર્યા પછી પણ તમે પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો, તો તમારે કોઈ વ્યંઢળના આશીર્વાદ લેવા જોઈએ.
જો તમને લાગે છે કે તમારા તમામ પ્રયત્નો છતાં પણ તમને સફળતા નથી મળી રહી, તો તમે ચોક્કસપણે આ પ્રયાસ કરી શકો છો. તમે નીચે આપેલા ઉપાયો કરીને તમારા સુતા નસીબને જગાડી શકો છો.
મહાલક્ષ્મીનો નિવાસ શંખ, આમળા, ગોબર, કમળ અને સફેદ વસ્ત્રોમાં હોય છે. તો જો તમે તમારી ગરીબી ખતમ કરવા માંગો છો તો આ વસ્તુઓ હંમેશા તમારા ઘરમાં રાખો.
અમાવાસ્યા પહેલા આવતી ચતુર્દશી તિથિએ તમારા ઘરની પશ્ચિમ દિશામાં પૂર્વજોના નામના ૧૪ દીવા પ્રગટાવો. જ્યાં માછલીઓ હોય એવા તળાવમાં મુઠ્ઠીભર ચોખા મૂકો. તેવું કરવાથી તમામ અવરોધો દૂર થશે અને ધન પ્રાપ્તિ માટે ભાગ્ય વધશે.
જો તમારો પરિવાર બુરી નજરથી એટલે કે નજર લાગી જવાથી પરેશાન છે. તો ઘરના તમામ સભ્યોને કાળા તલથી સાત વખત વાર કરાવીને તલને પશ્ચિમ દિશામાં ફેંકી દો. સવારે ઉઠીને લક્ષ્મીજીની પૂજા કરો અને ઘરમાં દેવી લક્ષ્મીના ચરણ પાદુકા સ્થાપિત કરો.
જો તમે તમારા પૈસા ઘરની કોઈપણ તિજોરીમાં અથવા અલમારીમાં રાખો છો, તો તે સ્થાન પર કમળના બીજ અને શ્રી યંત્ર રાખો. તે બંનેની રોજ પૂજા કરો જેથી તમને ક્યારેય પૈસા વગેરેની કમી ના લાગે. શ્રેષ્ઠ મુહુર્તમાં એક આંબળા પર સિંદૂર અને લાલ ચુનરી ચઢાવો. આમળાની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સંપત્તિ આવે છે.
રવિવાર કે સોમવારે ત્રણ ઝાડુ ખરીદો અને ઘરે લાવો. આ ઝાડુઓને બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઘરની નજીકના મંદિરમાં રાખો. ધ્યાન રાખો કે આ ઉપાય વિશે કોઈની સાથે વાત ના કરો. તેવું કરવાથી ધનની પ્રાપ્તિના યોગ વધી જાય છે.
વ્યંઢળને મેકઅપની વસ્તુઓ અને પૈસા દાન કરવાથી અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને તમારા પર્સમાં રાખશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. સફાઈનું કામ કરતી પરિણીત સ્ત્રીને મધની વસ્તુઓનું દાન કરો અને તેમના આશીર્વાદ લો.
આમ તો સામાન્ય લોકોને વ્યંઢળો વિશે બહુ ઓછી માહિતી હોય છે. પરંતુ, એ વાત જાણીતી છે કે કેટલાક કિન્નરોના આશીર્વાદ કોઈપણ વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે પૂરતા હોય છે.