તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મકતા રહેતી હોય છે. એટલા માટે ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ- સમૃદ્ધિ આવે છે. ઘરના લોકો સ્વસ્થ રહે છે અને સફળતા મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.
આ સાથે તુલસીના છોડથી મહત્તમ લાભ મેળવવા માટે કેટલીક ટિપ્સ પણ આપવામાં આવી છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તુલસીનો છોડ ઘરમાં ઝડપથી ધનનો પ્રવાહ વધારી શકે છે. તુલસીનું વાવેતર કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
ગુરુવારનો દિવસ ઘરમાં તુલસીનો છોડ લગાવવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. તેવી સ્થિતિમાં ગુરુવારે તુલસીનો છોડ લગાવવાથી વિષ્ણુની વિશેષ કૃપા થાય છે અને કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે અને શુભ પરિણામ આપવા લાગે છે. જો ગુરુ ગ્રહ શુભ હોય તો વ્યક્તિને ભાગ્યનો સાથ મળે છે અને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે, ધનની પ્રાપ્તિ થાય છે.
શુક્રવારે પણ તુલસીનો છોડ લગાવવો શુભ હોય છે કારણ કે આ દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે અને તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો પોતાની આર્થિક પ્રગતિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે, તેમણે શનિવારે તુલસીનો છોડ લગાવવો જોઈએ. તેનાથી લાભ થશે.
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, એકાદશી અને રવિવારે ભૂલથી પણ તુલસીનો છોડ ના લગાવવો. આ સમયમાં તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત કહેવાય છે. નહીંતર સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં ફેરવાય છે.
મહિનાઓની વાત કરીએ તો કારતક મહિનામાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય નવરાત્રિ (ખાસ કરીને ચૈત્ર મહિનાની નવરાત્રી) દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવો પણ શુભ હોય છે.
તુલસીનો છોડ લગાવવાનો યોગ્ય સમય, મુહૂર્ત સિવાય તેને રાખવાની દિશા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં રાખવો. જો તે શક્ય ના હોય તો, તમે તેને પૂર્વ અને ઉત્તરપૂર્વ કોણમાં પણ રાખી શકો છો. પરંતુ તેને ક્યારેય દક્ષિણ દિશામાં ના રાખો. તેનાથી નુકસાન થશે.
તુલસીનો છોડ દક્ષિણ- પશ્ચિમ દિશામાં ના રાખવો. તેમ કરવાથી જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)