નારિયેળ એક એવું ફળ છે જેનો ઉપયોગ ભોજનની સાથે પૂજામાં પણ થતો હોય છે. નારિયેળનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. કહેવાય છે કે નારિયેળનો ઉપયોગ કરવાથી બધા જ કામ શુભ રીતે થઇ જાય છે. માન્યતા અનુસાર લોકો નારિયેળને માતા- લક્ષ્મીનું પ્રતિક માને છે. જો કોઈ પૂજામાં નારિયેળનો ઉપયોગ ના કરવામાં આવેલો હોય તો તે પૂજાને અધૂરી માનવામાં આવે છે.
પરંતુ નાળિયેરને ઉપરથી જોઈને ખબર નથી પડતી હોતી કે અંદરથી નાળિયેર સારું છે કે ખરાબ. પૂજા દરમિયાન તેને તોડ્યા પછી જ લોકોને તેના સારા- ખરાબની ખબર પડે છે. નારિયેળ ખરાબ નીકળે તો લોકો પરેશાન થઈ જાય છે, ચિંતામાં મૂકી જાય છે. તેને તેઓ અશુભ માનવા લાગે છે. તેમને લાગે છે કે નાળિયેર ખરાબ નિકળવું તે ભગવાન દ્વારા આપવામાં આવેલ અશુભ સંકેત છે. પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું.
હકીકતમાં પૂજામાં ખરાબ નારિયેળ નિકળવું શુભ હોય છે. જો પૂજા દરમિયાન તમારું નારિયેળ ખરાબ નીકળે છે, તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કોઈ શુભ ઘટના બનવા જઈ રહી છે. નારિયેળ ખરાબ નીકળવાને અશુભ સાથે જોડવું બિલકુલ ખોટું છે. તેવું કહેવાય છે કે જો તમારું પૂજન કરેલ નારિયેળ ખરાબ નીકળ્યું છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમને કેટલાક શુભ સંકેતો આપી રહ્યા છે. આજે અમે તમને આ સંકેતો વિશે વાત કરીશું.
હિંદુ ધર્મ અનુસાર, એવું માનવામાં આવે છે કે જો પૂજા દરમિયાન તમારું નારિયેળ ખરાબ નીકળે છે, તો તેનો અર્થ એ છે કે ભગવાને સ્વયં તમારો પ્રસાદ સ્વીકારી લીધો છે અને તેના કારણે તમારું નારિયેળ તોડવા પર સુકું નીકળ્યું છે. તેથી, જો તમારું નાળિયેર અંદરથી સુકું નીકળી જાય છે, તો ચિંતા કરવાની જરૂર નથી. સમજો કે ભગવાને તમારો પ્રસાદ સ્વીકાર કરી લીધો છે.
અન્ય એક સંકેત પણ માનવામાં આવે છે કે ખરાબ નારિયેળ નિકળવું એટલે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થવાની છે. એવું કહેવાય છે કે જો પૂજા કરેલ નારિયેળ અંદરથી સુકાઈ ગયું હોય તો જલ્દી જ તમારી કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. તેથી, ખરાબ નારિયેળ મેળવીને નિરાશ થવાને બદલે, તેને ભગવાનના આશીર્વાદ તરીકે લો. આ સમયે જો તમે કોઈ અધૂરી ઈચ્છા ભગવાનને કહો તો તે જલ્દી પૂર્ણ થાય છે.
હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે ખરાબ નારિયેળને શુભ માનવામાં આવે છે તો સારા નારિયેળનું શું? તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પૂજાનું નારિયેળ સારું નીકળે ત્યારે નારિયેળનો પ્રસાદ તમારી સાથે ના રાખવો જોઈએ. તેને પ્રસાદની જેમ લોકોમાં વહેંચી દેવો જોઈએ. તેમ કરવાથી દરેકને પૂજાનું ફળ મળી જશે.