ગરોળીથી લઈને ચકલીના માળા સુધી, તમારા માલામાલ થવાના સંકેત આપે છે આ પાંચ વસ્તુ

દરેક વ્યક્તિને પૈસા સારા લાગે છે પણ દિલને ખુશ કરવા લાયક પૈસા થોડા જ લોકોને મળે છે. પછી તે તમારા નસીબ પર પણ નિર્ભર કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે ક્યારેક તમને ઘણા પૈસા મળી જાય છે તો ક્યારેક તમે સાવ કંગાળી છવાઈ જાય છે. માં લક્ષ્મીના આશીર્વાદ મળવા કે ના મળવાથી પણ તેવું થાય છે. આજે આપણે જાણીશું કે જો ઘરમાં માતા લક્ષ્મી આવે છે, તો તે આપણને કયા કયા સંકેતો આપે છે.

ગરોળી: ઘરમાં ગરોળીઓનું દેખાવું ખૂબ જ સામાન્ય બાબત હોય છે. ઘણા લોકો તેમને ઘરમાં પ્રવેશવા પણ નથી દેતા હોતા તો કેટલાક તો મારી પણ નાખતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના છોડની આસપાસ ફરતા જોશો તો ખુશ થઇ જાવ. તે એક સંકેત છે કે તમે ધનવાન બનવાના છો. માં લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે.

સપનાઃ તમે રાત્રે જે સપના જુઓ છો તે પણ ઘરમાં લક્ષ્મીનું આગમન સૂચવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સ્વપ્નમાં કળશ, ઘુવડ, સાવરણી, શંખ, હાથી, નાગ અને ગુલાબનું ફૂલ જેવી વસ્તુઓ જોવામાં આવે તો ઘરમાં પુષ્કળ ધન આવે છે. ઘરમાં બરકત નથી આવતી હોતી. ભાગ્ય તમારો સાથ આપે છે. આવકમાં વૃદ્ધિ થાય છે.

પક્ષીઓનો માળો: ઘણા લોકો ઘરમાં પક્ષીનો માળો ઘરમાં બંધાયો હોય છે ત્યારે તેને તોડી નાખે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં ઘરની દિવાલો અથવા છતના ખૂણામાં પક્ષીનો માળો હોવો શુભ માનવામાં આવે છે. તે એ વાતનો સંકેત હોય છે કે માં લક્ષ્મી તમારા ઘરે આવવાના છે. જો કોઈ પક્ષી તે માળામાં ઈંડા મૂકે અને તેમાંથી બચ્ચા નીકળે તો તેને વધુ શુભ સંકેત માનવામાં આવે છે.

સાવરણીઃ સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. એટલા માટે આપણે કદી સાવરણીને પગ નથી મારતા. તેનાથી સમૃદ્ધિ આવે છે. તો એવું પણ કહેવામાં આવે છે કે જો તમે સવારે કોઈને તમારા ઘર આસપાસ કચરો વાળતા જુઓ છો, તો તે પણ એક શુભ સંકેત હોય છે. એટલે કે માતા લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાના છે.

પૈસા મળવા: જો તમને રસ્તામાં ક્યાંક પૈસા પડેલા જોવા મળે છે, તો તે પણ માં લક્ષ્મીની મહેરબાની થવાના સંકેત હોઈ શકે છે. જો પૈસા વધુ હોય, તો તે તેના માલિકને આપી દેવા જોઈએ. જો કોઈ સિક્કો હોય તો તેને આશીર્વાદ તરીકે ઘરની તિજોરીમાં કે પર્સમાં રાખી લેવા જોઈએ. જો પૈસાના માલિક ના મળે તો તે પૈસા મંદિરમાં ચડાવી દેવા જોઈએ.