દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં માં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીજી ધરતી પર આવે છે અને દરેક ઘરમાં વિચરણ કરે છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો અલગ- અલગ પ્રકારના ઉપાયો કરે છે.
માનવામાં આવે છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા આ ઉપાયોથી માં લક્ષ્મીજી ખૂબજ પ્રસન્ન થાય છે અને ઘરમાં બરકત આવે છે. ચાલો જાણીએ દિવાળીના દિવસે ક્યાં ઉપાયો કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.
દિવાળીના દિવસે કરો આ કામ: દિવાળીના દિવસે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તેમની વિશેષ પૂજા- અર્ચના કરો. માં લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માટે કોઈ સુહાગણ મહિલાને તમારા ઘરે બોલાવો અને તેને ભોજન કરાવો. સાથે તેને મીઠાઈ ભેટ કરો. તમે તેમને લાલ રંગના કપડાં પણ ભેટ કરી શકો છો. દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે.
દિવાળીના દિવસે ઘરમાં માં લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની વિધિવત પૂજા કર્યા પછી માં લક્ષ્મીજીને ચણાની દાળ અર્પણ કરો. પૂજા પૂર્ણ થયા પછી તે દાળને પીપળાના વૃક્ષ પર ચડાવી દો. તેવું કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
દિવાળીના દિવસે તિજોરીમાં રાખેલા ઘરેણા અને પૈસા લાલ કપડામાં બાંધી દો અને તેને ઉત્તર- પૂર્વ દિશામાં રાખો. કહેવામાં આવે છે કે આ દિવસે આવું કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પૈસા સંબંધિત દરેક સમસ્યાનો અંત આવે છે.
દિવાળીના દિવસે રોટલી બનાવીને તેના ચાર ભાગ કરો. તેનો પહેલો ભાગ ગાયને, બીજો ભાગ કૂતરાને, ત્રીજો ભાગ કાગડાને અને છેલ્લો ભાગ કોઈ ચોકડી પર મુકો. માનવામાં આવે છે કે તેવું કરવાથી દરેક પ્રકારની આર્થિક તંગીથી છુટકારો મળે છે.