Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
અઠવાડિયાના આ ત્રણ દિવસ લેવડદેવડ માટે હોય છે ખૂબજ ખતરનાખ, ઉધાર આપેલા પૈસા નથી આવતા પાછા - Gujarat Beat

અઠવાડિયાના આ ત્રણ દિવસ લેવડદેવડ માટે હોય છે ખૂબજ ખતરનાખ, ઉધાર આપેલા પૈસા નથી આવતા પાછા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૈસા આપવા અને લેવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. અઠવાડિયામાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઉધાર ના લેવું જોઈએ. તે દિવસે ઉધાર લીધેલ વ્યક્તિ પાસે ક્યારેય પાછું નથી આવતું. જીવનમાં આવા ઘણા વળાંક આવે છે, જ્યારે કોઈ મિત્ર, સંબંધીને પૈસાની જરૂર હોય અને તેઓ કંઈ પણ વિચાર્યા વિના તેની મદદ કરે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કોઈને પૈસા ઉધાર આપવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.

જ્યોતિષીઓનું કહેવું છે કે ખોટા દિવસે કરવામાં આવેલ લેવડ- દેવડ તમને બરબાદ કરી શકે છે. અઠવાડિયામાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ભૂલથી પણ પૈસા ઉધાર ના આપવા જોઈએ. તેમ કરવાથી તમારા પૈસા ડૂબી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે દિવસે આપેલ ધન પાછું મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે. ચાલો જાણીએ કે અઠવાડિયામાં કયા દિવસોમાં વ્યક્તિએ ભૂલથી પણ ઉધાર ના આપવું જોઈએ.

મંગળવાર: જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર પૈસા ના આપવા જોઈએ. જો તમે તેમ કરો છો તો તમારા પૈસા ક્યારેય પાછા નહીં આવે. એટલું જ નહીં જ્યોતિષમાં તે દિવસે પૈસા ઉધાર લેવાની પણ મનાઈ છે. તે દિવસે પૈસા લેવાથી તમને ફાયદો થશે નહીં.

ગુરુવાર: અઠવાડિયામાં ગુરુવારના દિવસે પણ ઉધાર આપવું અને લેવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે જો તમે ગુરુવારના દિવસે કોઈને પૈસા ઉધાર આપો છો તો તેના પાછા મળવાની સંભાવના શૂન્ય હોય છે. તેટલું જ નહિ વ્યક્તિની લાખ જરૂરિયાત હોય તો પણ તે જલ્દી ચૂકવી શકતો નથી અને દેવામાં ડૂબેલો રહે છે.

શનિવાર: શાસ્ત્રોમાં શનિવારના દિવસે પૈસા ઉધાર દેવા અને લેવાની મનાઈ છે. તેનાથી તમને નુકસાન થઇ શકે છે. કહેવાય છે કે શનિવારના દિવસે ઉધાર આપેલા પૈસા ક્યારેય પાછા મળતા નથી. જો તમે શનિવારના દિવસે કોઈ જોડેથી પૈસા ઉધાર લો છો તો ચાહીને પણ તમે તેને પૈસા પાછા આપી નથી શકતા.

જો તમારે પૈસાની વધુ જરૂરીયાત હોય તો સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે પૈસા ઉધાર લઇ શકાય છે અને આપી શકાય છે. તે દિવસે ઉધાર લીધેલા પૈસા જલ્દી ચૂકવી શકાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)