Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ખાંડ પણ બદલી શકે છે તમારું ભાગ્ય, આ નાના ઉપાયોથી મળશે સફળતા, થશે ધન લાભ - Gujarat Beat

ખાંડ પણ બદલી શકે છે તમારું ભાગ્ય, આ નાના ઉપાયોથી મળશે સફળતા, થશે ધન લાભ

ઘરમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતી હોય છે, જેનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઉપાયમાં કરવામાં આવે તો વ્યક્તિ સમસ્યાઓથી છુટકારો મેળવે છે. રસોડામાં વપરાતી ખાંડ જે એકતરફ ખાવાની વસ્તુઓમાં મીઠાશ ઉમેરે છે. એ જ રીતે ખાંડના ઉપાયો પણ વ્યક્તિનું જીવન મધુર બનાવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. આજે આપણે જાણીશું ખાંડ સંબંધિત કેટલાક એવા ઉપાયો વિશે, જે તમને દરેક કામમાં સફળતા અપાવી શકે છે.

ખાંડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ગ્રહોથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળમાં ખાંડ નાખીને અર્પણ કરો.

જો તમને મહેનત કરવા છતાં સફળતા ના મળી રહી હોય તો લોટ અને ખાંડની રોટલી બનાવીને કાગડાને ખવડાવો. તેમ કરવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે અને વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સતત નુકસાનનો સામનો કરી રહી હોય તો તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી ઓગાળીને નિયમિતપણે પીવો. આ કારણે કુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન બને છે અને વ્યક્તિને વેપારમાં પ્રગતિ થાય છે.

જો કોઈ વ્યક્તિ શનિદેવની સાડાસાતી અને શનિની નાની પનોતી પસાર થઈ રહ્યો હોય અને શનિની મહાદશાથી પરેશાન હોય તો કીડીઓને સૂકું નારિયેળ અને ખાંડ ખવડાવો. આ ઉપાય કરવાથી વ્યક્તિને શનિની સાડાસાતી અને શનિની નાની પનોતીથી ખૂબ જ જલ્દી રાહત મળે છે.

જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળતા મેળવવા માંગો છો તો રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરીને રાખો. આ પછી બીજા દિવસે સવારે ઘરની બહાર નીકળતા પહેલા તે પાણી પી લો. આમ કરવાથી વ્યક્તિના કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)