મીઠાના આ ઉપાય બદલી નાખશે તમારી કિસ્મત, મળશે ઈચ્છિત પરિણામ

જો કોઈ વ્યક્તિને મહેનત કરવા છતાં પણ પરિણામ ના મળતું હોય તો તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. સફળતા મેળવવા અને ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુ દોષોને દૂર કરવા જરૂરી છે. તે માટે કેટલાક પગલાં લઈ શકાય છે. તેમાંથી એક ઉપાય મીઠાનો પણ છે. દરિયાઈ મીઠામાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની શક્તિ હોય છે. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ અને સમૃદ્ધિ આવવા લાગે છે.

ઘરે એક ડોલમાં થોડું મીઠું નાખીને સારી રીતે સ્નાન કરો. તેનાથી તમારા શરીરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમે તાજગી અને ઉર્જા અનુભવશો. તેનાથી તમને થાક પણ નહીં લાગે.

રોજ સવારે હાથમાં થોડું મીઠું લઈને શરીર પરથી પાંચથી સાત વાર ફેરવો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તેમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જશે અને તમને ઈચ્છિત પરિણામ મળવા લાગશે.

બેડરૂમમાં એક બાઉલમાં પાણી લો અને તેમાં થોડું મીઠું નાખો. આ ખારા પાણીને રોજ બદલતા રહો અને જૂના પાણીને વોશરૂમ કે સિંકમાં નાખી દો. જો કે તે સમય દરમિયાન ધ્યાન રાખો કે તે પાણી તમારા શરીરના કોઈપણ ભાગને અડવું ના જોઈએ અને ક્યાંય પડવું જોઈએ નહીં. તેમ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

ઘરના ફર્શને સમયાંતરે ખારા પાણીથી સાફ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે. બાથરૂમમાં મીઠાનો ઉપયોગ કરો. તેને એવા ખૂણામાં રાખો જ્યાંથી તે દેખાતું ના હોય. આ ઉપાય બાથરૂમની નકારાત્મક ઊર્જાને શોષી લેશે.

ઘરમાં રાખેલી બધી વસ્તુઓને સમયાંતરે મીઠાના પાણીથી સાફ કરતા રહો. તેનાથી ઘરમાં જામેલી ધૂળ કે ગંદકી નકારાત્મક ઉર્જાનો અંત આવશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)