શનિવારના દિવસે આ ઉપાયોથી શનિની ક્રૂર દ્રષ્ટિ થાય છે દુર, શનિ દોષથી મળે છે મુક્તિ

જ્યોતિષમાં શનિદેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. સૂર્યદેવના પુત્ર શનિદેવ ન્યાયપ્રિય અને કર્મફળ દાતા છે. શનિદેવ પ્રકૃતિને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. કળિયુગમાં શનિદેવની પૂજાનું ખૂબ મહત્વ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવની સાડાસાતી કે નાની પનોતી ચાલી રહી હોય તો તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.

શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. શનિવારે કરવામાં આવેલી કેટલાક ઉપાયો શનિ દોષમાંથી મુક્તિ અપાવે છે અને તેમના આશીર્વાદ મળે છે. ચાલો જાણીએ તેના વિશે.

શનિવારના ઉપાય: શનિવારની રાત્રે દાડમની કલમથી રક્ત ચંદન વડે કાગળ પર ‘ॐ ह्वीं’ મંત્ર લખો અને દરરોજ તેની પૂજા કરો. આ અપાર વિદ્યા અને બુદ્ધિ આપે છે. શનિવારે કાળા કૂતરાને રોટલી, કાળી ગાય અને કાળા પક્ષીને અનાજ ખવડાવો. જેના કારણે શનિદેવની અશુભ દ્રષ્ટિ દૂર થઈ જાય છે.

શનિવારે કીડીને લોટ અથવા માછલીને અનાજ ખવડાવવાથી નોકરીમાં પ્રગતિ થાય છે. શનિવારે શનિદેવ સંબંધિત વસ્તુઓ જેવી કે અડદ, લોખંડ, તેલ, તલ, કાળા કપડાનું દાન કરવું જોઈએ. તેનાથી શનિદેવની અશુભ અસર ઓછી થાય છે.

શનિવારે સૂર્યાસ્ત સમયે તમારી મધ્ય આંગળીમાં કાળા ઘોડાની નાળ અથવા હોડીના ખીલાની બનેલી વીંટી પહેરો. આ ઉપાય શનિદેવના પ્રકોપથી બચાવે છે. શનિવારે સવારે સ્નાન કરીને પીપળના ઝાડ પર જળ ચઢાવો. ત્યાર પછી સાત વાર પ્રદક્ષિણા કરો અને સૂર્યાસ્ત પછી પીપળના ઝાડ પર દીવો પ્રગટાવો. તેનાથી તમને શનિદેવના આશીર્વાદ મળશે અને તમને શનિદોષથી મુક્તિ મળશે.

શનિવારના દિવસે કાળા રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. નબળા લોકો અને વડીલોના સન્માનથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. કર્મચારીઓને ખુશ રાખવાથી પણ શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે દારૂ અને માંસનું સેવન ના કરવું જોઈએ.

શનિવારના દિવસે મીઠું, લાકડું, રબર, લોખંડ, કાળું કપડું, કાળી અડદ, ગ્રાઇન્ડર, શાહી, સાવરણી, કાતર જેવી વસ્તુઓ ના ખરીદવી જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)