કિન્નર દેખાતા જ બોલી દેવા આ બે શબ્દ, ખુલી જશે ધન-સંપત્તિના દરેક રસ્તા..

દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે, આ જ કારણ છે કે ભારતમાં દરેક તહેવારને એકદમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, કોઇપણ તહેવાર જયારે આવે છે તો ઘણા પ્રકારના લોકો તે તહેવાર સમયે તમારા ઘરે પૈસા માંગવા જરૂરથી આવે છે. આ લોકોમાંથી એક એવા સમાજના લોકો હોય છે કે જે તહેવારોના સમયે સૌથી વધારે તમારા ઘરે પૈસા માંગવા આવે છે.

અહી અમે કિન્નરોની વાત કરી રહ્યા છીએ. કિન્નર ફક્ત તહેવારમાં જ નહીં પણ ઘરમાં જયારે લગ્ન હોય છે કે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે પણ સૌથી પહેલા અભિનંદન પાઠવવા પહોંચી જાય છે. એવું માનવામાં આવે છે કે કિન્નરોની દુઆમાં ઘણી અસર થાય છે જયારે કિન્નર કોઈ પ્રસંગ કે તહેવાર પર આવે છે તો પૈસા લીધા વિના તેઓ નથી જતા અને જો તમે તેવામાં તેમને માંગેલી રકમ આપી દો છો તો તેઓ તમને દુઆ, આશીર્વાદ આપીને જતા રહે છે.

તેમની દુઆઓમાં ઘણી અસર થાય છે અને આ દુઆઓ પણ કોઈની કિસ્મતને ચમકાવી શકે છે. કિન્નરોની દિલથી અપાતી દુઆ પોતાની અસર ઘણી જલ્દી બતાવે છે અને તમને ધન લાભ થઇ શકે છે. જો અહી વાત કરીએ કિન્નરો દ્વારા આપવામાં આવતી બદુઆઓની તો જો કિન્નર કોઈને બદુઆ આપે છે તો માણસની જિંદગી બરબાદ પણ થઇ શકે છે.

કિન્નર જયારે તમારી જોડે પૈસા માંગે છે તો તમે તેમને ચુપચાપ રૂપિયા આપીને રવાના કરી દેતા હશો અને તેમની સાથે વધારે ચર્ચા નહી કરતા હોવ.  પરંતુ તમને જણાવી દઈએ કે તમે કિન્નરોને પૈસા આપ્યા બાદ ૨ જાદુઈ શબ્દ બોલો છો તો તમારી કિસ્મત તરત ચમકી જાય છે એટલે કે તમારા માટે સમજો કે ધનયોગ બની ચુક્યો છે અને તમે જલ્દીથી માલામાલ થઇ જશો.

કહેવાય હે કે આ ૨ જાદુઈ શબ્દ બોલવાથી તમારી સંપત્તિમાં વધારો થવા લાગે છે અને તમને ડબલ ધનલાભ થાય છે. તો ચાલો જાણીએ તે ૨ જાદુઈ શબ્દો અંગે જ્યારે કિન્નર તમારા ઘર, દુકાન કે પછી ઓફિસમાં કે પ્રસંગમાં પૈસા માંગવા આવે છે તો પૈસા આપ્યા બાદ તમે જરૂરથી બોલવું ‘ફરીથી આવજો’.

જો તમે કિન્નરને આ બે શબ્દ ‘ફરીથી આવજો’ બોલો છો તો તેમને લાગે છે કે તમે તેમને પૈસા પુરા દિલથી આપી રહ્યા છો અને તેઓ જતી વખતે તમને સાચા દિલથી દુઆ આપીને જશે. તેમજ તેમના ફરીથી આવવાનો મતલબ તમારા માટે કોઈ શુભ પ્રસંગ ફરીથી આવવાના આશીર્વાદ માંગવાનો અર્થ થયો.