મહાભારતની કથા તો દરેક લોકો જાણે જ છે. આ કથા યુદ્ધ, ઈર્ષ્યા, લાલચ અને પ્રતિશોધની હતી. પરંતુ આ એક કથામાં આવી ઘણી વાર્તાઓ છુપાયેલ હતી, જેના પર આપણું ધ્યાન આકર્ષિત થઇ શક્યું નહિ. દ્રુપદ નરેશ રાજાની પુત્રી દ્રૌપદીના લગ્ન આમતો અર્જુન સાથે થયા હતા, પરંતુ માતાના આદેશોનો ભંગ ન કરી શકવાના સંજોગોમાં પાંચ પાંડવોએ દ્રૌપદીને તેમની પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો અને આ રીતે દ્રૌપદી જીવનભર પાંચ પાંડવોની પત્ની બનીને રહી.
વેદ વ્યાસે આ લગ્ન સંબંધિત કેટલીક શરતો નક્કી કરી હતી, જેનું પાલન કરવું દ્રૌપદી સહિત બધા પાંડવો માટે ફરજિયાત હતું, પરંતુ પાંચ પતિ હોવા છતાં દ્રૌપદીને વિશ્વની શ્રેષ્ઠ ચરિત્ર અને ગુણો વાળી સ્ત્રી માનવામાં આવ્યું છે. પરિવારમાં સુખ અને શાંતિ બની રહે, તે માટે મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાને વિશેષ પદ્ધતિઓ જણાવી હતી અને વિશ્વની બધી મહિલાઓ વિશે 4 મહત્વપૂર્ણ વાતો કહી હતી. ચાલો જાણીએ
1. દ્રૌપદીએ કહ્યું છે કે સ્ત્રીઓએ ક્યારેય પણ નાના વિચારો ન રાખવા જોઇએ, નહીં તો ઘરમાં કોઈ સુખ અને આશીર્વાદ રહેતા નથી. બંને પરિવારના સભ્યો સાથે સમાન વર્તન કરવું જોઈએ. જો સામેની વ્યક્તિ ખોટી હોય, તો પણ તમારા વર્તનમાં પરિવર્તન લાવશો નહિ, પરંતુ આત્મગૌરવ (સ્વાભિમાન) પર સમાધાન ક્યારેય ન કરો, સાથે જ સ્ત્રીઓએ તેમના પતિને વશ કરવાનો ક્યારેય પ્રયાસ કરવો જોઈએ નહીં કારણ કે તમારો સાચો પ્રેમ અને નિષ્ઠા સમર્પણ ભાવ તમારા પતિને તમારી સાથે બાંધેલા રાખશે.
૨. દ્રૌપદીએ બીજી શીખ (સંદેશ) અનુસાર લગ્ન પછી સ્ત્રીએ તેમની સાથે પણ સહેલી (મિત્ર) સાચી રાખવી જોઈએ. તેમણે ઝઘડાવાળી મહિલાઓની મિત્રતા (સંગત) છોડી દેવી જોઈએ. નહીંતર પરિણામ સ્વરૂપે તેના લગ્ન સંબંધો પણ તૂટી શકે છે.
3. દ્રૌપદીએ ત્રીજો સંદેશ આપ્યો છે કે સ્ત્રી માટે તેનો પતિ જ બધું હોય છે. તેથી વિચિત્ર પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને હંમેશાં તમારા પતિને કોઈપણ સમયે કોઈપણ સંજોગોમાં સાથ આપો કારણ કે લગ્ન પછી એક સ્ત્રીનો પતિ જ તેનું બધું હોય છે. જો પતિ ન હોય તો બધું જ નકામું છે. તેથી સ્ત્રીઓએ તેમના પતિનો આદર અને સન્માન કરવું જોઈએ અને તેમની બધી વાતોનું પાલન કરવું જોઈએ.
આ સાથે, આ મહત્વપૂર્ણ વાત સ્ત્રીઓએ હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ કે તેઓએ તેમના પારિવારિક સંબંધોને યાદ રાખે. કારણ કે દરેક પરિણીત સ્ત્રી માટે આવું કરવું જરૂરી છે, જો તે તેના પરિવાર સાથે સંબંધિત એક પણ સંબંધને ભૂલી જાય તો આ વાત પારિવારિક સંબંધોને બગાડે શકે છે. એક પરિવારને બીજા પરિવાર સાથે જોડી રાખવા માટે સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સંબંધ ખૂબ જ નાજુક હોય છે અને એક સ્ત્રીના સંબંધોને બનાવી રાખવામાં મહત્વનો યોગદાન હોય છે.
4. દ્રૌપદીના ચોથા સંદેશ મુજબ સ્ત્રીને તેના ઘરમાં થઇ રહેલ ઉંચ-નીચ અથવા અન્ય કોઈપણ પ્રકારની વાતો કોઈ પણ બહારની વ્યક્તિ સાથે કરવી ના જોઈએ. આનાથી ઘરનું રહસ્ય અન્ય લોકોને જાણ થઇ જશે અને દુશ્મનો તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી ઘરની વાતો ક્યારેય કોઈપણ ત્રીજા વ્યક્તિને ન કહેશો.
દ્રૌપદીના જણાવ્યા મુજબ એક સુખી વિવાહિત જીવનની પહેલી શરત એ છે કે પતિએ તેની પત્નીની દરેક જરૂરિયાત પૂરી કરવી જોઈએ પરંતુ આ સાથે સાથે પત્નીએ પણ તેના પતિ પાસેથી વધારે પડતી ઇચ્છાઓ ન રાખવી જોઈએ. દ્રૌપદીના ઉપર જણાવેલ સૂત્રો એક સુખી વિવાહિત જીવન માટે જરૂરી છે, તેથી જ દરેક સ્ત્રી અને પુરુષે આ સૂત્રોને અપનાવવા જોઈએ.