Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરમાં ગરોળીની ગતિવિધિ અને તેનું પડવું જણાવશે તમે કેવી રીતે બનશો ધનવાન કે પછી.. - Gujarat Beat

ઘરમાં ગરોળીની ગતિવિધિ અને તેનું પડવું જણાવશે તમે કેવી રીતે બનશો ધનવાન કે પછી..

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ઘણા એવા પ્રાણીઓ અને પશુ-પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે તે આપણી સામે આવે છે ત્યારે તેની આપણા જીવન પર ઘણી અસર પડે છે. તેમાંથી ઘણા પશુ-પક્ષીઓ તમારા માટે શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ. આવો, આજે અમે તમને એક એવા જ પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે શુભ પણ સાબિત થઈ શકે છે અને અશુભ પણ.

ગરોળી એક એવું જ પ્રાણી છે જે તમારા ઘરોમાં જોવા મળે છે. ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ગરોળી પુરુષોની જમણી બાજુ પડે તો શુભ સંકેત માનવામાં આવે છે, અને જો તે ડાબી બાજુ પડે છે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એ જ રીતે જો ગરોળી ને નીચેથી ઉપરની તરફ ચઢવું શુભ માનવામાં આવે છે. ઉપરથી નીચે તરફ ઉતરે છે તો તેને અશુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર જો તમે દિવાળીની રાત્રે ગરોળી જોવા મળે છે તો તે તમારા માટે શુભ સંકેત છે. તેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અને તે તમારા આવવાથી જ સુખ અને સમૃદ્ધિનું વાહક માનવામાં આવે છે. જ્યારે પણ ક્યારેય તમને ઘરની દિવાલ પર ગરોળી જોવા મળે ત્યારે તરત જ મંદિરમાં અથવા ભગવાનની મૂર્તિની પાસે રાખવામાં આવેલા કંકુ-ચોખા લઈને આવો અને ગરોળી પર દૂરથી છંટકાવ કરી દો. આ સિવાય પણ અમે તમને અમુક બાબતો જણાવીએ છીએ જે તમે આગળ વાંચી શકશો.

આવું કરતી વખતે તમારા મનની કોઈપણ ઇચ્છા તમારા મનમાં ને મનમાં કહો અને તે ઈચ્છા રાખો કે જલ્દીથી પૂરી થઇ જાય. જો તમને ગરોળીનું બોલવું સાંભળવા મળે છે તો સમજી જાઓ કે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, નહીંતર તમને થોડું શુભ ઈનામ મળવાનું છે. તમને જણાવી દઈએ કે ગરોળી મોટે ભાગે સાંજે અથવા રાત્રે જ બોલે છે.

ચાલો તમને જણાવીએ કે તમારા શરીરના કયા ભાગ પર ગરોળી પડવાના કયા ફાયદા અને શું નુકસાન થાય છે: જો કપાળ પર ગરોળી પડે છે, તો ઘણી સંપત્તિ પ્રાપ્ત થાય છે. વાળ પર જો ગરોળી પડે, તો જીવન પર સંકટ આવે છે, મૃત્યુ પણ થઈ શકે છે. જમણા કાન પર ગરોળી પડે છે, તો સોનાના આભૂષણની પ્રાપ્તિ થાય છે. ડાબા કાન પર ગરોળી પડવાથી જીવન વધે છે.

જો જમણી આંખ પર ગરોળી પડે છે, તો તમે સારા મિત્રને મળશો.  ડાબી આંખ પર ગરોળીનું પડવું એ જલ્દી જ કોઈ મોટું નુકસાન થવાનું સૂચવે છે. ખભા પર ગરોળી પડવાથી આર્થિક નુકસાન થાય છે. નાક પર ગરોળી પડવું એ ભાગ્યની નિશાની છે.

મોંઢા પર ગરોળીનું પડવું જલ્દી જ મીઠું ભોજન પ્રાપ્ત થવાનું છે. ડાબી બાજુના ગાલ પર જ્યારે ગરોળી પડે છે, તો કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થાય છે, જ્યારે જમણા ગાલ પર ગરોળી પડવાથી ઉંમર વધે છે.

ગળા પર ગરોળી પડવાથી સારા નસીબ અને યશ-ખ્યાતિ મળે છે. દાઢી પર ગરોળી પડવાથી કોઈ મોટા અને ભયાનક સંકટનો સામનો કરવો પડી શકે છે. મૂછ પર ગરોળી પડવાથી સન્માનની પ્રાપ્તિ થાય છે. ગરોળી ગળા પર પડે છે તો દુશ્મનોનો નાશ થાય છે.

જમણા ખભા પર ગરોળી પડવાથી વાદ-વિવાદ, યુદ્ધમાં વિજય થાય છે, જ્યારે ડાબી બાજુના ખભા પર ગરોળી પડવાથી નવા દુશ્મનો બને છે. જમણા હાથ પર ગરોળી પડે છે, તો પૈસા મળે છે અને જો તે ડાબી બાજુ ના હાથ પર પડે છે તો પૈસાની ખોટ થાય છે.

જમણી હથેળી પર ગરોળી પડે છે, તો નવા કપડા મળે છે, જ્યારે ડાબી હથેળી પર પડવાથી પૈસાની ખોટ થાય છે. છાતીની જમણી બાજુ પર ગરોળી પડે છે, ત્યારે નવી ખુશી પ્રાપ્ત થાય છે, જ્યારે ડાબી છાતી પર પડવાથી ઘરમાં તકલીફ થાય છે.

પેટ પર ગરોળી પડવી એ નવા ઝવેરાત મેળવવાનો સંકેત છે. કમરની વચ્ચે ગરોળી પડે તો આર્થિક લાભ થાય છે. પીઠની જમણી બાજુ પર પડે છે તો આનંદ, જ્યારે ડાબી બાજુ પર પડવાથી વ્યક્તિને બીમાર બનાવે છે.

પીઠની વચ્ચે ગરોળી પડે છે ત્યારે ઘરમાં ભારે તકલીફ પડે છે. નાભિ પર ગરોળી પડે છે, ત્યારે બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જમણી જાંઘ પર ગરોળી પડવાથી આનંદ થાય છે અને ડાબી જાંઘ પર પડવાથી મહાન દુ: ખ મળે છે.

જમણા ઘૂંટણ પર ગરોળી પડવીએ શુભ મુસાફરીની નિશાની છે, જ્યારે ડાબા ઘૂંટણ પર પડવું એ સૌભાગ્યનું નુકસાન છે. જમણા પગ અને જમણી બાજુ પર ગરોળી પડવાનો અર્થ છે મુસાફરીમાં લાભ મળે છે.

ડાબા પગ અથવા ડાબા પગની નીચે પડવાથી ઘરમાં માંદગી અથવા તકરાર પેદા થાય છે અને દુઃખ થાય છે. જમણા પગના તળિયા પર ગરોળી પડવી એટલે કે સમૃદ્ધિની પ્રાપ્તિ. જ્યારે ડાબા પગના તળિયાના ભાગ પર પડવાને કારણે ધંધામાં નુકસાન થઈ શકે છે.