Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
૩૦ જુનથી ચાર રાશિની પલટાઈ જશે લાઈફ, શનિદેવ બદલશે કિસ્મત.. તમે છો એમાં? - Gujarat Beat

૩૦ જુનથી ચાર રાશિની પલટાઈ જશે લાઈફ, શનિદેવ બદલશે કિસ્મત.. તમે છો એમાં?

જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. ૩૦ જૂનથી શનિની વક્રી ચાલ શરૂ થશે. કુંભ રાશિમાં શનિની વક્રી ચાલને કારણે કેટલીક રાશિના લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, જ્યારે કેટલાક લોકોનું ભાગ્ય ચમકશે. જો શનિદેવ અશુભ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે તે શુભ હોય તો સમય વ્યક્તિ માટે ભાગ્યશાળી બને છે. શનિ રંકને પણ રાજા બનાવી શકે છે. ચાલો જાણીએ કે શનિની વક્રી ચાલને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે-

મેષ: કામ પ્રત્યે ઉત્સાહ રહેશે. ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે. તમને તમારી માતાનો સહયોગ મળશે. માતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ રહેલી છે. કોઈ મિત્ર આવી શકે છે. બૌદ્ધિક કાર્ય દ્વારા સમૃદ્ધિ આવશે. નોકરીમાં બદલાવની શક્યતાઓ રહેલી છે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો.

મિથુન: વ્યાપાર વિસ્તારવાની યોજનાઓ સાકાર થશે. તમને ભાઈઓ તરફથી સહયોગ મળશે. પરિવારમાં શુભ કાર્યો થશે. તમે કપડાં વગેરે જેવી ભેટ પણ મેળવી શકો છો. નોકરીમાં ફેરફાર થવાથી તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભની તકો મળશે. માતાનો સંગાથ મળશે. વાહનની સુવિધા વધી શકે છે.

સિંહ: આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પરિવારમાં સુખ- સુવિધાઓનો વિસ્તાર થશે. તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે, ઘણી મહેનત કરવી પડશે. તમને માતાનો સાથ અને સહયોગ મળશે. નફામાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે.

ધનઃ મનમાં પ્રસન્નતાની લાગણી રહેશે, છતાં સંયમ રાખીને રહો. નોકરીમાં તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમારી આવકમાં વધારો થશે. તમને સીનીય્સરોનો હયોગ મળશે. તમને પરિવાર તરફથી પણ સહયોગ મળશે. કપડા વગેરે પર ખર્ચ વધી શકે છે.

(ડિસ્ક્લેમર: અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)