દરેક વ્યક્તિ જીવે છે ત્યારે જીવન શું છે તેનો અનુભવ લે છે. પરંતુ શું મૃત્યુ પછી જીવન છે? શું દુનિયામાં ખરેખર ભૂત પ્રેત હોય છે? શું મૃત્યુ પછી જીવન છે? આ સવાલ પર દુનિયામાં ઘણા સંશોધનો થયા છે પરંતુ આજ સુધી સાચો જવાબ મળ્યો નથી. લોકો કહે છે કે મૃત્યુ પછીનું જીવન હોય છે કે કેમ તેવું ત્યારે જ ખબર પડી થઈ શકે છે જ્યારે વ્યક્તિ પોતે શરીર છોડે છે. જો કે, એ પણ સાચું છે કે જો કોઈ વ્યક્તિ એકવાર મૃત્યુ પામે છે, તો તે મૃત્યુ પછીના જીવનના અનુભવનું વર્ણન ક્યારેય કરી શકતો નથી, એ વ્યક્તિ તો પાછો કહેવા આવવાનો નથી.
જો તમે પણ ભૂતનાં અસ્તિત્વ વિશે જાણવા માંગતા હો, તો તમારે ગરુડ પુરાણ વાંચવું જોઈએ. આ પુરાણમાં જીવાત્મા, પ્રેતાત્મા અને સૂક્ષ્મ આત્મા વચ્ચેનો તફાવત પણ જણાવવામાં આવ્યો છે. ઉપરાંત, મૃત્યુ સમયે અને તે પછીની પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભૂત વિશે શું કહેવામાં આવ્યું છે તે જાણીએ.
ભૂતની હોય છે શ્રેણીઓ: ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્મા ભૌતિક શરીરમાં રહે છે, ત્યારે તેને જીવાત્મા કહેવામાં આવે છે. જ્યારે તે સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે સૂક્ષ્મ આત્મા કહેવાય છે. તો બીજીતરફ કામનામય ઇચ્છાના શરીરમાં પ્રવેશ કરવા પર તેને પ્રેતઆત્મા કહેવામાં આવે છે. આ ભૂતોની પોતાની શ્રેણીઓ છે. તેમને યમ, શકિની, ડાકિની, ચૂડેલ, ભૂત, પ્રેત, રક્ષા અને પિશાચ કહેવામાં આવે છે.
ધાર્મિક શાસ્ત્રોમાં ૮૪ લાખ યોનિઓનો ઉલ્લેખ છે. તેમાં પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, છોડ અને જંતુઓ અને જીવાત વગેરેનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના યોનિઓમાં શરીર છોડ્યા પછી આત્માઓ અદ્રશ્ય ભૂત પ્રેત યોનીમાં જતા રહે છે. તે ભળે દેખાતું નથી પણ તે બળવાન પણ નથી હોતા. તે જ સમયે, કેટલાક પુણ્ય આત્માઓ તેમના સારા કર્મોના આધારે ફરીથી જન્મ લઇ લેતા હોય છે.
જેઓ અકાળે મૃત્યુ પામે છે તેઓ ભૂત બની જાય છે? ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો અકાળે મૃત્યુ પામે છે, એટલે કે દુર્ઘટના, અકસ્માત, હત્યા, આત્મહત્યા કરે છે એટલે કે સમયથી પહેલા અકાળે મારનારી આત્માઓએ ભૂત બનવું પડે છે. આ સાથે, પ્રેમ, ક્રોધ, દ્વેષ, લોભ, વાસના, ભૂખ, તરસથી મૃત્યુ પામેલા લોકોની આત્માઓ પણ દુનિયાને અતૃપ્ત થઈને જ છોડે છે. તેથી જ તેમને પણ ભૂત બનવું પડે છે.
અસંતુષ્ટ આત્માઓ ભટક્યા કરે છે: આવી આત્માઓના સંતોષ અને મોક્ષ માટે શાસ્ત્રોમાં અને ધર્મ ગ્રંથોમાં ઉપાયો આપવામાં આવ્યા છે. તેમના માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ અકાળ મૃત્યુ અથવા અસંતોષને લીધે, મૃતકોની આત્માઓ સંતુષ્ટ એટલે કે તૃપ્ત થઇ જાય છે અને તેઓ ભૂત પ્રેતનું બંધન છોડીને મોક્ષમાં જાય છે. જો આવા અસંતુષ્ટ આત્માઓની મુક્તિ માટે વ્યવસ્થા કરવામાં ના આવે તો તેઓ ભટકતા રહે છે, જે પરિવારની સુખ અને શાંતિને પણ અસર કરે છે.