શનિદેવ સૌથી શક્તિશાળી દેવતાઓમાંના એક છે. તેમના આશીર્વાદ જેટલા વધુ ફળ આપે છે, તેમનો ગુસ્સો તેનાથી પણ વધુ ખતરનાક છે. એકવાર જેના પર શનિદેવ ગુસ્સે થાય છે, તેના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે. આથી દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કે શનિદેવ તેમનાથી ક્યારેય નારાજ ના થાય.
આ વાતોને જ ધ્યાનમાં રાખીને, આજે અમે તમને કેટલાક એવા કામો અને લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે શનિદેવ સૌથી વધારે ગુસ્સે થાય છે. જો તમે પણ જાણી જોઈને કે અજાણતા આ કામો કરો છો તો આજે જ તમારી જાતને સુધારો નહીંતર શનિદેવનો ગુસ્સો તમારું જીવન બરબાદ કરી શકે છે. તો ચાલો જાણીએ કોઈ પણ વિલંબ વગર કઈ કઈ વસ્તુઓ છે જેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે.
જેઓ મંદિરમાં સ્ત્રીને ખરાબ નજરે જુએ છે: મંદિર એક પવિત્ર સ્થળ છે. જ્યારે પણ તમે તેની અંદર પ્રવેશ કરો છો, ત્યારે તમારું મન સાફ હોવું જોઈએ. જોકે, કેટલાક લોકો એવા પણ છે જે મંદિરની અંદર પણ મહિલાઓને દુષ્ટ નજરથી જુએ છે. શનિદેવ આવા લોકોને તો બિલકુલ પસંદ જ નથી કરતા હોતા.
ખાસ કરીને શનિદેવના મંદિરમાં જે વ્યક્તિ આ કામ કરે છે, તેના જીવનમાં ઘણા દુઃખ અને પીડાઓ એક સાથે આવવા લાગે છે. ઘણા કિસ્સાઓમાં, તેની સાથે કોઈ અકસ્માત અથવા દુર્ઘટના થવાની સંભાવના પણ વધી જાય છે. તેને પછીના કેટલાય મહિનાઓ સુધી શનિદેવના ક્રોધનો સામનો કરવો પડશે.
માંસ અથવા નશીલા પદાર્થોનું સેવન કરીને પૂજા કરનારાઓ: જે દિવસે તમે શનિદેવની પૂજા કરો છો, તે દિવસે તમે માંસ, આલ્કોહોલ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન ના કરવું જોઈએ. પછી તમે ભલે ને આ પૂજા મંદિરમાં જઈને કરો કે ઘરે જ કરતા હોવ. જો તમે માંસ ખાધું હોય કે દારૂ પીધો હોય તો તે દિવસે ભૂલથી પણ શનિદેવની પૂજા ના કરવી. આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને શનિદેવના ક્રોધનો ભોગ બનવું પડે છે. શનિદેવની પૂજા કરતી વખતે તમારા માટે સંપૂર્ણ શુદ્ધ હોવું જરૂરી છે.
બાધા લઈને ભૂલી જવું: ઘણી વખત લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શનિની સામે બાધા કે માનતા લે છે. આ ઈચ્છા પૂર્ણ થવા પર તેઓ શનિદેવને કંઈક અર્પણ કરવાનું અથવા કોઈ કામ કરવાનું વચન આપે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થયા બાદ તેઓ તે બાધા પૂર્ણ કરવાનું ભૂલી જાય છે.
આવી સ્થિતિમાં શનિદેવ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ફરીથી એમનું એ કામ બગાડી દે છે અથવા બીજી કોઈ સમસ્યાથી બાંધી દે છે. તેથી તમે જે પણ વ્રત કરો છો તો તેને પૂર્ણ કરવી જરૂરી છે. તો મિત્રો, આ ત્રણ વસ્તુઓ હતી જે કરવાથી શનિદેવ ખૂબ ગુસ્સે થાય છે. એટલા માટે અમારી સલાહ છે કે તમારે આ વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય, જો તમને આ માહિતી ગમે છે, તો પછી તેને અન્ય લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ આ ભૂલ ન કરે.