આજના સમયમાં દરેક ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવેલો હોય છે. લોકો ખાસ કરીને ડેકોરેશન માટે મની પ્લાન્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ઘરની સજાવટ માટે મની પ્લાન્ટનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. લોકો દરેક જગ્યાએ મની પ્લાન્ટ લગાવે છે, મની પ્લાન્ટ વેલા જેવો હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટને ધન દાયક છોડ કહેવામાં આવ્યો છે.
કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટ હોય ત્યાં પૈસાની કમી નથી રહેતી. મની પ્લાન્ટને કારણે ઘરમાં રૂપિયા- પૈસાનું આગમન સરળ રહે છે. કહેવાય છે કે જે રીતે મની પ્લાન્ટ હર્યો ભર્યો રહે છે, તેવી જ રીતે ઘરોમાં પણ ખુશીઓ અને સુખ- સમૃદ્ધિ બની રહે છે. મની પ્લાન્ટ લગાવવા માટે વાસ્તુમાં એક ખાસ નિયમ પણ જણાવવામાં આવ્યો છે.
જો તમે આ બાબતોને નજરઅંદાજ કરશો તો સંપત્તિમાં વધારો થવાને બદલે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં જાણી લો કે મની પ્લાન્ટ લગાવવાનો સાચો રસ્તો કયો છે. મની પ્લાન્ટ સ્થાપવા માટે યોગ્ય જગ્યા મની પ્લાન્ટને હંમેશા ધન સાથે જોડીને જોવામાં આવે છે. જો તમારે ધન અને સમૃદ્ધિ જોઈતી હોય તો મની પ્લાન્ટ હંમેશા ઘરની અંદર લગાવવો જોઈએ. ઘણી વખત લોકો આ છોડને ઘરની બહાર લગાવે છે જે યોગ્ય નથી હોતું.
મની પ્લાન્ટની વેલ: તમને જણાવી દઈએ કે જ્યારે મની પ્લાન્ટ વધવા લાગે છે ત્યારે તેની વેલો ઉપરની તરફ જતી હોય છે તો આ ઉપરની તરફ વધતી વેલો સમૃદ્ધિ દાયક હોય છે, જ્યારે મની પ્લાન્ટ નીચે તરફ લટકાવવાથી આર્થિક અવરોધ ઉભ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે વેલો વધતો હોય, ત્યારે તેને કેટલાક ટેકાથી ઉપરની તરફ કરી દેવો.
મની પ્લાન્ટની દિશા: મની પ્લાન્ટ મૂકવાની પણ યોગ્ય દિશા હોય છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ હંમેશા તમારા ઘરના અગ્નિ ખુણામાં લગાવવો જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
આવો મની પ્લાન્ટ હોય છે સમૃદ્ધિ દાયક: જો માટીમાં મની પ્લાન્ટ લાગેલો રહે છે તો હમેશા કોઈ મોટા કુંડામાં જ લગાવો જેથી તે પોતાની રીતે સમગ્ર ઘરમાં ફેલાય. આ સિવાય મની પ્લાન્ટને લીલા કે વાદળી રંગની કાંચની બોટલ કે વાસણમાં લગાવવો જોઈએ.
તડકાથી બચાવી મની પ્લાન્ટને એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાં સીધો તડકો ના આવતો હોય. જો તેના પાંદડા તડકાથી સુકાય છે અથવા પીળા થાય છે તો પાંદડાની આ સ્થિતિ શુભ નથી માનવામાં નથી આવતી. તેને આર્થિક તંગીનો સંકેત માનવામાં આવે છે.