Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘણું રહસ્યમય છે અંબાજી મંદિર, પુજારી આંખે પાટા બાંધીને કરે છે પૂજા, જાણો કેમ? - Gujarat Beat

ઘણું રહસ્યમય છે અંબાજી મંદિર, પુજારી આંખે પાટા બાંધીને કરે છે પૂજા, જાણો કેમ?

આજે અમે તમને માતાજીના એ મંદિર અંગેની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ નથી, અહીં એક વીસાયંત્ર છે. રસપ્રદ બાબત એ છે કે આ મંદિરમાં પુજારીઓ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. તો આવો જાણીએ કોઈ પણ વિલંબ વગર આ મંદિરનું રહસ્ય.

જેમ તમે બધા જાણો છો કે ભારતમાં દુર્ગા માં ના સેંકડો મંદિરો છે. જોકે શક્તિપીઠ માત્ર ૫૧ જ છે. આ એવી જગ્યાઓ પર સ્થિત છે જ્યાં હિન્દુ માન્યતાઓ અનુસાર, દેવી સતીના શરીરનો કોઈ ને કોઈ ભાગ પડી ગયો હતો. આવી સ્થિતિમાં એ સ્થળોએ મંદિરો બનાવવામાં આવ્યા હતા જે શક્તિપીઠ કહેવાતું હતું. આજે અમે તમને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત રહસ્યમય અંબા ધામ અથવા અંબાજી મંદિર વિશે જણાવીશું.

અંબાજી મંદિર ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે અમદાવાદથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરમાં ભક્તોનો મેળાવડો જામેલો જ રહેતો હોય છે. તેઓ આ મંદિરમાં ઘણી આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં જ ભગવાન શ્રીકૃષ્ણની મુંડન વિધિ થઈ હતી. એટલું જ નહીં, જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ સીતા માતાને શોધી રહ્યા હતા, ત્યારે તેઓ આ મંદિરમાં રોકાયા હતા.

અહીં માતાજીએ શ્રી રામને એક દિવ્ય બાણ પણ આપ્યું હતું. અંબાજી મંદિર ભારતના 51 શક્તિપીઠોમાં સમાવિષ્ટ છે. એવું માનવામાં આવે છે કે માન સતીનું હૃદય આ સ્થળે પડ્યું હતું. આ મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીં ગર્ભગૃહમાં માતા અંબાજીની કોઈ મૂર્તિ નથી કે કોઈ મૂર્તિની પૂજા પણ નથી થતી, વીસાયંત્ર છે અને તેની પૂજા થાય છે.

અહીં અંબા યંત્ર રાખવામાં આવ્યું છે, જેની પૂજારીઓ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. અંબા દેવીના આ યંત્રને ગુપ્ત રાખવામાં આવે છે. તેને જોવાની મંજૂરી નથી હોતી. આ જ કારણ છે કે અહીં પુજારીઓ આંખે પાટા બાંધીને પૂજા પાઠ કરે છે.

નવરાત્રિ દરમિયાન આ મંદિરની અંદર ભારે ભીડ રહેતી હોય છે. લોકો અહીં તેમની મનોકામનાઓ, બાધાઓ અને માનતાઓ લઈને આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત મંદિરમાં ગરબા કરતી વખતે માતાજી પાસેથી કોઈ ઈચ્છા પૂછે, મનોકામના માંગે તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે.

આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે આવે છે. જો તમે પણ માતા રાણીના ભક્ત છો તો એકવાર આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. અહીં તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય, તો તેને શેર કરવાનું ભૂલશો નહીં.