કેરી ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઇ શકે છે ગંભીર બીમારીઓ.. જાણો

ઉનાળાના ઋતુની વિશેષતા હોય છે કે આ સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારનાં ફળ આવવા લાગે છે. ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણાતી કેરી પણ બજારમાં આવી જાય છે. હા, ઉનાળામાં કેરીનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આજે છે. કારણ કે ગરમીની સિઝનમાં કેરી શરીરને ઠંડક આપે છે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે.

‘કેરી’ એક એવું ખાસ ફળ છે કે જેની લોકો વર્ષ દરમિયાન રાહ જુએ છે અને બજારમાં આવતાની સાથે જ લોકો ખરીદી કરવા લાગે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ગયા વર્ષની સ્ટોરમાં રાખેલી કેરીઓ પ્રારંભિક સમયમાં વેચાય છે. આ કેરી એકદમ સ્વાદહીન હોય છે, ઘણી વખત સારી દેખાતી કેરીઓ પણ અંદરથી બગડેલી પણ છે. તેથી ઉનાળાની સીઝનમાં કેરી લેતી વખતે થોડી સાવચેતી રાખવી જોઇએ

કેરી ખરીદતી વખતે આ સાવચેતી રાખવી: બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાય છે અને દરેક જાતનો રંગ, સ્વાદ અને કેરીનો પ્રકાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો કેરી લેતી વખતે તેની પીળી છાલ જોઈને જ તેની મીઠાઇનો અંદાજ લગાવે છે અને ઘરે લાવ્યા પછી કેરી અંદરથી સડેલી નીકળે છે. કારણ કે કેરીનો સ્વાદ અને રંગ તેની વિવિધતા પર આધારીત છે.

હવે જો આપણે તેના રંગ વિશે વાત કરીએ તો જે કેરી ટોચ પર લીલી અને અંદરથી કેસરી હોય છે, તે સ્વાદ માં ખૂબ મીઠી હોય છે. તેથી જ્યારે તમે કેરી ખરીદો કરવા જાવ છો તેની છાલ કેરીના રંગ કરતા વધારે ધ્યાનમાં લો. જો કેરી કુદરતી રીતે પાકેલી હશે તો તેની છાલ પર એક પણ ડાઘ રહેશે નહીં. તે જ સમયે, જો તેને રાસાયણિક પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવી હશે તો તમે તેમાં તેના પર કાળા ડાઘ જોઈ શકશો.

મોટે ભાગે લોકો કેરી લેતી વખતે તેની ઉપરની છાલ જોઈને જ તેને ખરીદે છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં તે યોગ્ય રીતે પાકતી નથી, જેના લીધે દુકાનદારો તેને તૈયાર કરવા માટે ઘણીવાર રસાયણોનો ઉપયોગ કરે છે. તેથી ખરીદતી વખતે તેને યોગ્ય રીતે દબાવી શકો છો. જો તે થોડીક દબે છે તો સમજો કે તમે કુદરતી રીતે પાકેલી કેરી ખરીદી રહ્યા છો.

જો તમને કેરીમાંથી આલ્કોહોલ કે કેમિકલની સુગંધ આવે છે તો આવી કેરીઓ ભૂલથી પણ ન ખરીદો. કારણ કે તેમાં મળતું કેમિકલ આપણા શરીરમાં ભયંકર રોગોનું કારણ બની શકે છે. જો ઉપર જણાવેલ તમામ રીતો વડે કેરીની પરખ કરી લીધા પછી જો કેરીમાં છિદ્ર હોય અથવા તે ખરાબ દેખાતી હોય તો પણ તેને ન લો. કારણ કે આવી કેરીની અંદર જંતુઓ પડી ગયા હોય છે.