ઘરમાં મની પ્લાન્ટ લગાવવો ખુબ જ શુભ હોય છે. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ લગાવવાના કેટલાક નિયમ અને ઉપાય જણાવ્યા છે. મની પ્લાન્ટ લાગવવાના આ નિયમોનું પાલન કરવું ઘણું જરૂરી છે અન્યથા ધનલાભની જગ્યાએ ધનહાનિ થઇ શકે છે સાથે જ આર્થિક તંગી દૂર કરવા માટે લગાવેલ મની પ્લાન્ટ ગરીબી વધારી શકે છે.
મની પ્લાન્ટ લગાવવાના નિયમ: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી દેવી લક્ષ્મીજીની કૃપા વરસે છે. ઘરમાં ઘણી સુખ- સમૃદ્ધિ રહે છે પરંતુ તેના માટે બધા નિયમોનું પાલન કરીને મની પ્લાન્ટ લગાવવો જોઈએ.
મની પ્લાન્ટ લગાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેને ક્યારેય પણ ઉત્તર- પૂર્વ દિશામાં ના લગાવવી જોઈએ. તેમ કરવાથી ઘરના સભ્યોની આવક વધવાને બદલે ઘટી શકે છે અથવા તમારા પૈસાની તંગી ભોગવવી પડી શકે છે. મની પ્લાન્ટ લગાવવાની યોગ્ય દિશા દક્ષિણ- પૂર્વ દિશા છે.
મની પ્લાન્ટ એક વેલ વાળો છોડ છે. તેનો વેલો જેટલો વધે છે અને લીલો રહે છે તેટલો તે વધુ શુભફળ આપે છે. એટલા માટે મની પ્લાન્ટની વેલોને વધતા રહેવી દેવી જોઈએ. સાથે જ તેને હંમેશા આધાર આપીને ઉપરની તરફ રાખવી જોઈએ. મની પ્લાન્ટની વેલોને નીચે જમીન પર વિખેરવાથી પ્રગતિમાં અવરોધો ઉભા થાય છે. તેથી તેવા મની પ્લાન્ટ તમને નફાને બદલે નુકસાન કરાવશે.
મની પ્લાન્ટને ક્યારેય સૂકવવા ના દો. જો તેના પાંદડા સુકાઈ જાય અથવા પીળા થઈ જાય તો તેને તરત જ કાઢી નાખો. ઘરમાં સૂકાયેલ મની પ્લાન્ટ રાખવો એ દુર્ભાગ્યને આમંત્રણ છે. ઘરની અંદર હંમેશા મની પ્લાન્ટ લગાવો. તેને કાચની બોટલ અથવા માટીના વાસણમાં લગાવો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)