સાવરણી એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં જોવા મળે છે. તેનો મુખ્ય ઉપયોગ ઘરની સફાઈમાં કરવામાં આવે છે. તેની અમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી દેતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ શુભ ગણાય છે. જો તમે તેની યોગ્ય રીતે કાળજી લો છો, તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે. વાસ્તવમાં સાવરણીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
કહેવાય છે કે સાવરણી ઘરમાં સુખ – સમૃદ્ધિની કારક બનતી હોય છે. તેની અંદર ઘણી સકારાત્મક ઉર્જા હોય છે. તેથી, જો તેને સારા મુહુર્તમાં ઘરમાં લાવવામાં આવે અને તેનું સન્માન કરી પૂરો ખ્યાલ રાખવામાંઆવે તો તે તમારા ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવી દે છે.
ઘરમાં અહી રાખો સાવરણી: વાસ્તુ અનુસાર સાવરણી ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તે કોઈને દેખાય જ ના શકે. તેથી તેને રાખવાની સૌથી યોગ્ય જગ્યા એ દરવાજાની પાછળની જગ્યા છે. બીજી એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે સાવરણીને ભૂલી ગયા પછી પણ ઉંધી ના રાખો. તેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.
રાત્રે બદલો સાવરણીની જગ્યા: જ્યારે પણ તમે રાત્રે સૂવા જાઓ તો તે પહેલા ઘરના મુખ્ય દરવાજા પાસે સાવરણી રાખો. તેવું કરવાથી કોઈ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં નહીં આવે. આ સિવાય માં લક્ષ્મીની નજર આ ઝાડુ પર પડતા જ તે તમારા ઘરમાં પ્રવેશ કરી જશે પરંતુ જ્યારે સવાર પડી જાય ત્યારે ત્યાંથી સાવરણી જરૂરથી હટાવી દેવી.
સાંજના સમયે ઝાડુ લગાવવાનું ટાળોઃ સાંજે ક્યારેય પણ ઘરમાં ઝાડુ ના લગાવવું જોઈએ, કચરો ના વાળવો જોઈએ. તેનું કારણ એ છે કે શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત થવા સાથે જ માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર સવાર થઈને પ્રવાસ માટે નીકળી પડે છે. આવી સ્થિતિમાં જો તેમની નજર તમારી સાવરણી પર પડે તો તેઓ ગુસ્સે થઈ શકે છે. આ કારણે તમારે પૈસા ગુમાવવાની પણ શક્યતા છે.
આ દિશામાં રાખો સાવરણી: ચાલો હવે જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરની કઈ દિશામાં સાવરણી રાખવી શ્રેષ્ઠ છે. તમારે હંમેશા ઘરના દક્ષિણ – પશ્ચિમ ખુણામાં સાવરણી રાખવી જોઈએ. આ દિશામાં સાવરણી રાખવાથી ઘણા ફાયદા થાય છે, જેમાંથી ધન લાભ સૌથી પહેલા આવે છે.
અહીં ક્યારેય સાવરણી ના રાખોઃ સાવરણીને ઘરની ગંદી જગ્યાએ અથવા ભેગી જૂતા ચપ્પલની પાસે પણ ના રાખવી જોઈએ. જેના કારણે ઘરની બરકત જતી રહે છે. તેમજ રસોડાની અંદર સાવરણી ના રાખવી જોઈએ, એવું કહેવાય છે કે રસોડામાં સાવરણી રાખવાથી અનાજ ઓછું થઈ જાય છે. આ સિવાય ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ તેના લીધે ખરાબ રહે છે.
જૂની સાવરણીનો ઉપયોગ ગંદકી સાફ કરવા માટે કરવામાં આવે છે, તેથી તેને રસોડામાં રાખવું તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. મિત્રો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હોય, તો તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આ રીતે તેઓ પણ તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો.