કળિયુગને લઈને ભગવાન શ્રીકૃષ્ણે ૫ હજાર વર્ષ પહેલા જ કરી દીધી હતી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ..

શાસ્ત્રો અનુસાર દુનિયામાં કુલ ચાર યુગ હતા જેમાં સતયુગને સૌથી ઉત્તમ યુગ માનવામાં આવતો હતો. આ યુગ સચ્ચાઈનું પ્રતિક હતો. પરંતુ સમય વીત્યો અને ધીમે ધીમે ધરતી પર કળિયુગે પોતાનું ઘર બનાવી લીધું. કળિયુગને સૌથી નિમ્ન યુગ માનવામાં આવે છે. કળિયુગ અંગે ભગવાન શ્રીકૃષ્ણે વર્ષો પહેલા જ પોતાની ભવિષ્યવાણીઓ કરી દીધી હતી.

શ્રીમદ ભગવદ ગીતામાં લખાયું છે તે અનુસાર જયારે અર્જુન પોતાના લોહીના સબંધીઓને મારવા માટે વિચલિત હતા તો તેમની સામે એક મોટું ધર્મસંકટ ઉભું થઇ ગયું હતું તે સમયે શ્રી કૃષ્ણ ભગવાને તેમનું માર્ગદર્શન કર્યું અને તેમને સાચો માર્ગ બતાવ્યો હતો. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણની સામે એક મોટું ધર્મસંકટ ઉભું થઈ ગયું હતું તે સમયે શ્રીકૃષ્ણ ભગવાને તેમનું માર્ગદર્શન કર્યું અને તેમને સાચો માર્ગ બતાવ્યો હતો.

ભગવત ગીતામાં શ્રીકૃષ્ણે કળિયુગના સમયને લઈને જે વાતો કરી હતી, તે ક્યાંક ને ક્યાંક આજે સાચી પડતી નજર આવી રહી છે. જો કે આ ભવિષ્યવાણીઓ આજથી ૫ હજાર વર્ષ પૂર્વે કરવામાં આવી હતી પરંતુ હવે તે બધી વાતો મનુષ્યો પર બિલકુલ બેસે છે. તેમાં ધરતીના અંતને લાને કેટલીક એવી બાબતો છે જે પણ નજીકના ભવિષ્યમાં સાચી પડી શકે છે.

ચાલો જાણીએ કે શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા ધરતીના અંતના રહસ્યો અંગે. શ્રીમદ ભગવત ગીતાના ૧૨.૨.૧: અનુસાર કળિયુગ મહાપાપી સમય છે. તે સમય દરમિયાન ધર્મ, સચ્ચાઈ, અચ્છાઈ, સ્વચ્છતા, દયા ભાવના, શારીરિક બળ અને યાદદાસ્ત જેવી બાબતો ધીમે ધીમે ઘટતી જશે. શ્રીમદ ભાગવત ૧૨.૨.૨ અનુસાર મનુષ્ય આ સમયમાં ઘણો લાલચી થતો જશે અને પોતાની લાલચના આધાર પર જ સબંધોની કિંમત કરશે. કાયદા અને ન્યાય જેવી બાબતો માત્ર તેવા લોકોનો સાથ આપશે, જે અત્યંત ધનવાન હશે.

શ્રીમદ ભાગવત ૧૨.૨.૩ માં લખાયું છે તે અનુસાર કળિયુગના આ સમયમાં સ્ત્રીઓ માત્ર તેમને જ સાથ આપશે, જે તેમના બહારના આકર્ષણને વખાણશે. આ સમયમાં લોકો પોતાના જ નજીકના લોકોને દગો આપશે અને બેઈમાનીથી જીવ્વાનું શરુ કરી દેશે, બિઝનેસ અને વેપારનું મૂળ દગો અને લાલચ બનીને રહી જશે

શ્રીમદ ભાગવત ૧૨.૨.૪ અનુસાર લોકો આધ્યાત્મિક બાબતોથી અંતર કરી લેશે અને બાહરી પ્રતીકોથી જ વ્યક્તિની આધ્યાત્મિકતા સુનિશ્ચિત કરવામાં આવશે. જે લોકો શબ્દોનો ઉપયોગ કરવાનું જાણે છે, જીત માત્ર તેમને જ મળશે. તેવા લોકોને જ કળિયુગના વિદ્વાન સમજવામાં આવશે. શ્રી કૃષ્ણના અનુસાર કળિયુગના આ સમયમાં એક જળાશયને પવિત્ર સ્થળની માન્યતા આપી દેવામાં આવશે.

દરેક વ્યક્તિના જીવનું લક્ષ્ય તેનું પેટ પાળવું જ રહી જશે. જે વ્યક્તિ પોતાનું અને પરિવારનું પાલન કરી શકશે, માત્ર તેને જ પ્રતિષ્ઠિત વ્યક્તિ સમજવામાં આવશે. પૈસાને મહત્વ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ધનવાન નથી તો તેને નીચ સમજીને તેનો તિરસ્કાર કરવામાં આવશે. બનાવટીપણું જ લોકોનું મુખ્ય ગુણ માનવામાં આવશે. સમજુતી જ લગ્નના સબંધના પ્રતિક બની જશે.

ભ્રષ્ટાચારીઓની ભીડથી ધરતી ભરાઈ જશે તેવામાં જે તાકાતવાન હશે, તેને રાજનીતિની સત્તા સોંપી દેવામાં આવશે. લોકોની આવક ઓછી અને ખર્ચા વધી જશે તેવામાં લોકો દેવામાં ડૂબતા જશે અને ઘાસ, પત્તા, ફળ અને માંસ ખાવાનું શરુ કરી દેશે. ઘણી જગ્યાઓ પર દુષ્કાળથી માણસનું જીવન ખરાબ રીતે અસરગ્રસ્ત થઇ જશે.