આ દિવસે ખરીદશો સાવરણી તો માં લક્ષ્મી નહીં થવા દે ધનની કમી, ઘરમાં હંમેશા રહેશે ખુશહાલી

સાવરણી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી ઘાસ, પ્લાસ્ટિક અથવા ફાઈબરની બનેલી હોય છે. શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. સાથે જ તેની ઉપર પગ ના પડવો કે મુકવો જોઈએ. તેમજ તેને ઘરના દરવાજે ના રાખવી જોઈએ. આ સિવાય સાવરણી સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે.

આવો જાણીએ સાવરણી સંબંધિત કેટલાક ખાસ નિયમો. લક્ષ્મીનું પ્રતિક છે સાવરણી: હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુવાર કે શુક્રવારે ઘરની બહાર જૂની કે ખરાબ સાવરણી ના નિકાળવી જોઈએ. કારણ કે ગુરુવાર અને શુક્રવારનો સંબંધ અનુક્રમે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી સાથે હોય છે.

આ દિવસે ઘરમાંથી સાવરણી હટાવાથી માં લક્ષ્મી ઘરેથી જતા રહે છે. આ સિવાય ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત નથી થતી. બીજી તરફ સાવરણી પર પગ મૂકવો અથવા તેને ક્રોસ કરવું અશુભ માનવામાં આવે છે.

કયા દિવસે ખરીદવી સાવરણી? શાસ્ત્રો અનુસાર મંગળવાર અથવા શનિવાર સાવરણી ખરીદવા માટે શ્રેષ્ઠ અને શુભ દિવસ છે. તેવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેની સાથે સંપન્નતા પણ આવે છે. એટલું જ નહીં માં લક્ષ્મીની કૃપા પણ હંમેશા બનેલી રહે છે. તો સાવરણી ખરીદવા માટે વાર ઉપરાંત પક્ષનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેવામાં વદ પક્ષમાં સાવરણી ખરીદવી સારી રહે છે.

ક્યાં રાખવી જોઈએ સાવરણી? શાસ્ત્રો અનુસાર સાવરણી ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં કોઈ જોઈની નજર ના પડે. સાવરણી પલંગની નીચે બિલકુલ ના રાખવી જોઈએ.

તો સૂર્યાસ્ત પછી ઝાડું ના લગાવવું જોઈએ કારણ કે તેવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈને ઘરથી જતા રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ આની પુષ્ટિ નથી કરતું.)