બજેટના ચક્કરમાં થઇ શકે છે ખિસ્સા ખાલી, ચાર રાશિના લોકો માટે જોખમી અઠવાડિયું

જુલાઈનું છેલ્લું અઠવાડિયું એટલે કે ૨૨ જુલાઈથી ૨૮ જુલાઈ સુધીનો સમય ખૂબ જ ખાસ છે. આ અઠવાડિયે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. અનેક શુભ યોગો બની રહ્યા છે. એક તરફ ભગવાન શિવ અને માં લક્ષ્મીના આશીર્વાદને કારણે કેટલીક રાશિના જાતકોને ભારે લાભ થશે.

તો બીજીતરફ કેટલાક લોકોને નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયે બજેટ પણ રજૂ થવાનું હોવાથી તેની અસર શેરબજાર પર પણ જોવા મળશે. એટલા માટે ધ્યાનપૂર્વક રોકાણ કરવું.

મેષ: તમે મૂડી રોકાણ માટે કોઈ યોજના બનાવી શકો છો. શેરબજાર દ્વારા મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો થવાની શક્યતાઓ રહેલી છે. મેડિકલ ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે.

વૃષભ: આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. જૂના રોકાણથી તમને મોટો ધન લાભ થઈ શકે છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખો.

મિથુન: વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે. અચાનક કોઈ મોટો ખર્ચ તમારી સામે આવી શકે છે.

કર્કઃ તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધંધામાં આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે. કમિશન અને શેરબજારમાંથી કમાણી થવાની શક્યતા છે.

સિંહ: ધંધામાં ઉતાર- ચઢાવ રહેશે. રિયલ એસ્ટેટ અને શેરબજાર તમને આર્થિક લાભ કરાવી શકે છે. તમારી ઈચ્છા મુજબ નોકરી બદલવાની શક્યતાઓ છે.

કન્યા: તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પૈસા ભેગા કરી શકશો. વિદેશમાં નોકરીની તકો મળશે. આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે.

તુલા – પૈતૃક સંપત્તિથી તમને ધન લાભ થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળો. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા સાવચેત રહો. ઉદ્યોગપતિઓને મોટા રોકાણકારો મળવાના સંકેત દેખાઈ રહ્યા છે.

વૃશ્ચિક: રિયલ એસ્ટેટમાં સારી સફળતા મળવાની શક્યતાઓ છે. સ્થાયી સંપત્તિમાં વધારો કરવાની તકો મળશે. તમે શેરબજારમાં રોકાણ દ્વારા મોટી કમાણી કરી શકો છો.

ધન: તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો. ખર્ચમાં વધારો થશે. તમે તમારી આવકના સ્ત્રોતોને બચાવવા અને વધારવામાં સફળ થશો.

મકર: તમારી બચતમાં વધારો થશે. તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે. તમે મ્યુચ્યુઅલ ફંડ અને સોનામાં રોકાણ કરીને સારા પૈસા કમાઈ શકો છો. તમે બિઝનેસમાં વિસ્તરણ અને વૃદ્ધિ માટે લોન પણ લઈ શકો છો.

કુંભ: તમને ધન લાભની પ્રબળ તકો છે. વેપારમાં આવક વધશે. કોઈ બિનજરૂરી વસ્તુ પર પૈસા ખર્ચવાની સંભાવના છે. કોઈપણ આર્થિક રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

મીન: ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. બચત કરવામાં તમને મુશ્કેલી આવશે પરંતુ આવક સ્થિર રહેશે. વાહન અથવા રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો.