બટર અને ચીઝ શું છે, બન્ને વચ્ચેના અંતર અને ખાવાના ફાયદા- નુકસાન અંગે જાણો..

બટર અને ચીઝ, આજે નાસ્તામાં બ્રેડ સાથે શું લગાવીને ખાવું. કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પ્રશ્ન તમારા મનમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. ઘણા લોકો એવા છે જેમને માખણ અને ચીઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પણ જાણતા નથી હોતા. તો બીજીતરફ મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આ બેમાંથી સ્વસ્થ વિકલ્પ શું હોઈ શકે. બંને પ્રોડક્ટ દૂધમાંથી બનાવવામાં આવે છે પરંતુ તેને બનાવવાની પદ્ધતિને કારણે તેમાં પોષક તત્વોનું કમ્પોઝીશન અલગ અલગ હોય છે.

બંને વચ્ચે શું છે તફાવત? માખણ એટલે કે બટર દૂધને મથીને કાઢવામાં આવે છે જ્યારે ચીઝ માટે યીસ્ટનો ઉપયોગ થાય છે. બનાવવાના આ તફાવતને કારણે ચીઝમાં બટરની તુલનામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. બીજીતરફ માખણમાં હેલ્ધી ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આ બંનેની ક્વોલિટીના આધાર પર જરૂરિયાત અને ડાયટના હિસાબથી ચીઝ અને બટર કેટલું ફાયદાકારક છે તે નક્કી કરી શકાય.

ચીઝ ખાવાના ફાયદા: તે જામેલા અને આથો આવેલા દૂધમાંથી બનાવવામાં આવે છે તે કારણે ચીઝમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. ચીઝનો ફાયદો એ છે કે તેને ખાવાથી પેટમાં ભારેપણું આવે છે અને ભૂખ જલ્દી ખત્મ થઇ જાય છે. તેથી નિષ્ણાતો ડાયટીંગ કરનારાઓને ચીઝ ખાવાની સલાહ આપે છે કારણ કે તેનાથી ભૂખ નથી લાગતી.

અમેરિકાના ક્લિનિકલ ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ જે લોકો છ અઠવાડિયામાં એક વખત ચીઝ ખાય છે તેમનામાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. બટર ખાવાના ફાયદા: બટર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. ફેટ વધારે હોવાના કારણે બટર તે લોકો માટે ફાયદાકારક છે જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે.

શું વધુ ફાયદાકારક છે? આમ તો તે દરેક માણસના શરીરની જરૂરિયાત પર નિર્ભર કરે છે પરંતુ જો શરીરને ઓછી ચરબીની જરૂર હોય તો પનીર અને માખણમાં ચીઝ વધુ ફાયદાકારક હોય છે. માખણમાં ચરબી વધુ હોય છે જ્યારે ચીઝમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય છે. નિષ્ણાંતોની સલાહ મુજબ ખોરાકમાં ઓછા સોડિયમવાળા ચીઝને જ ડાયટમાં સમાવિષ્ટ કરવું જોઈએ. ઉપરાંત નોન-પ્રોસેસ્ડ ચીઝ પર ધ્યાન આપવું વધુ સારું રહેશે.