મોટામાં મોટી સમસ્યા દુર કરે છે નાનકડું લવિંગ, જાણો તેના ચમત્કારિક ઉપાય

ગ્રહો અને નક્ષત્રોની દશા અને દિશા દરેક વ્યક્તિ પર અસર કરે છે. જ્યોતિષમાં એવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. નાની લવિંગ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેની સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાયો પણ વિશેષ લાભ આપે છે. ધન લાભ, સંકટોથી મુક્તિ અને ભાગ્યને મજબૂત કરવા માટે લવિંગના ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ લવિંગ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

લવિંગની મદદથી રાહુ-કેતુની ખરાબ અસર ઘટાડી શકાય છે. જો કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તમારે દર શનિવારે લવિંગનું દાન કરવું જોઈએ. તે સિવાય તમે શિવલિંગ પર લવિંગ પણ અર્પણ કરી શકો છો. ૪૦ દિવસ સુધી સતત આમ કરવાથી બધી ખરાબ અસર ખતમ થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.

જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતી વખતે બે લવિંગના દાણા મોંમાં રાખો અને કાર્યસ્થળે મોંમાંથી લવિંગના કેટલાક અવશેષો ફેંકી દો. તમારા પ્રમુખ દેવતાનું ધ્યાન કરતી વખતે તે કાર્યમાં સફળતા માટે પ્રાર્થના કરો. તેવું કરવાથી તમને તે કાર્યમાં સફળતા મળી શકે છે.

ઘણી મહેનત કર્યા પછી પણ જો તમારું કોઈ કામ પૂર્ણ થતું નથી અથવા સફળતા ન મળે તો મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. આ દીવામાં બે લવિંગ મૂકો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આરતી કરો. ૨૧ મંગળવાર સુધી સતત આ કરવાથી તમને મહેનતનું ફળ મળશે.

જો ઘરમાં આર્થિક તંગી રહેતી હોય તો દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલની સાથે બે લવિંગ પણ ચઢાવવું જોઈએ. તે સિવાય એક લાલ કપડામાં પાંચ લવિંગ અને પાંચ કોળીઓને બાંધીને તિજોરી અથવા કબાટમાં મૂકી દો. તેવું કરવાથી માં લક્ષ્મીજીની કૃપા રહે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.