દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જીવનમાં દરેક સુખ- સુવિધાઓ મળે. ઘરમાં સુખ- શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય પરંતુ ઘણી વાર જ્યારે વ્યક્તિનું ભાગ્ય તેને સાથ નથી આપતું તો મહેનત કર્યા પછી પણ ફળ નથી મળતું. તેવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના મંદિરના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે.
તે ઉપાયો કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિર અથવા મંદિરમાં કેટલીક વસ્તુઓ ચુપચાપ રાખવાથી વિશેષ લાભ થાય છે. દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી જાય છે. ચાલો જાણીએ આજે આપને જાણીએ તે સમસ્યાને દૂર કરવા માટે સરળ ઉપાય.
પૈસાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય: જો તમે ઘણા સમયથી પૈસાની સમસ્યાથી પરેશાન છો તો તેના માટે એક રૂપિયાનો સિક્કો લો. હવે કપાસ, ચાંદીનો ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાના નાના કળશથી કોઈ એક સામગ્રી લો. ત્યાર પછી તે સામગ્રી ચુપચાપ ઘરના બહારના મંદિરમાં મૂકી આવો.
એક રૂપિયાનો સિક્કો લઈને તેને એક મુઠ્ઠી ચોખામાં રાખો. હવે તે સિક્કાને તમારી સમસ્યા કહેતા કહેતા મંદિરના કોઈ ખૂણામાં ચુપચાપ મૂકી દો. તેમ કરવાથી તમારી સમસ્યા ઘણી હદ સુધી દૂર થઇ જશે.
જો તમે કપાસ લો છો તો કપાસ સાથે ચોખા રાખો. હવે તેના ઉપર ખાંડના થોડા દાણા મુકીને તેને મદિરમાં મૂકી દો. ચાંદીના ટુકડાને લઈને તેને ફૂલ અને ચોખા સાથે સંતાડીને મંદિરમાં ક્યાંક મૂકી દો. તેમ કરવાથી તમને પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ રૂમાલમાં ચોખા બાંધીને એક સોપારી સાથે મંદિરમાં મૂકી દો. તેમ કરવાથી પણ જલ્દી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.
તેના સિવાય તાંબાના નાના કળશમાં ચોખા ભરીને મંદિરમાં ચુપચાપ રાખી શકાય છે. આ પાંચ ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય કરી શકાય છે. તમને મહેનતનું ફળ જરૂર મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)