દિવસના આ સમયે રસોડામાં સળગાવી દો લવિંગ- કપૂર, હંમેશા માટે ખતમ થઇ જશે પૈસાની તંગી

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને સામાનની જાળવણીને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જ્યારે આ નિયમોનું પાલન કરવામાં ના આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.

આ ઉપાયોથી પર્યાવરણની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આજે આપણે તેવા વાસ્તુ દોષોને દૂર કરવાના કેટલાક અસરકારક ઉપાયો જાણીએ. જેનાથી આર્થિક સંકટ દૂર થાય છે અને કરિયરમાં સફળતાની શરૂઆત થાય છે.

ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાની અસરકારક રીત: જો તમે ઘરના કોઈપણ ભાગના વાસ્તુ દોષ દૂર નથી કરી શકતા તો ત્યાં કપૂરની બે ટીકડી રાખો. જ્યારે તે ઓગળે, ત્યાં ફરીથી એક નવી કપૂરની ટીકડીઓ મૂકી દો. કપૂરમાં વાસ્તુ દોષોને દૂર કરવાની ખૂબ જ શક્તિ છે. તે એવા ભાગની નકારાત્મક ઊર્જાને સકારાત્મકતામાં પરિવર્તિત કરે છે.

જો વારંવાર ધનની ખોટ થતી હોય, આર્થિક સંકટ વધુ ઘેરું બની રહ્યું હોય તો સવારે કે સાંજે રસોડામાં એક વાટકીમાં થોડી લવિંગ અને કપૂર સળગાવી દો. જો શક્ય હોય તો, આ ઉપાય દરરોજ કરો અને તેના માટે ચાંદીની કટોરીનો ઉપયોગ કરો. તેમ કરવાથી ધનની હાનિ દૂર થશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને અઢળક ધનની પ્રાપ્તિ થશે.

જો કામમાં વારંવાર અડચણો આવતી હોય તો શનિવારે નહાવાના પાણીમાં કપૂરના તેલના થોડા ટીપાં નાખો. સાથે જ ગુરુવારે એક ચપટી હળદર મિશ્રિત પાણીથી સ્નાન કરો. તેનાથી અવરોધો દૂર થશે અને ભાગ્ય તમારો સાથ આપવા લાગશે.

જો ઘરમાં વારંવાર ઝઘડા અને ક્લેશ થતા હોય તો રોજ થોડા દિવસો સુધી દેશી ઘીમાં ડુબાવેલ કપૂર સળગાવો. તેનાથી ઘરમાં સકારાત્મકતા વધશે અને સુખ- શાંતિ રહેશે. (અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)