ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાતુર્માસના ચાર મહિનામાં યોગ નિદ્રામાં જાય છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય નથી થતું. ચાતુર્માસનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ વિશેષ મહત્વ નથી પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ પણ વિશેષ છે. આ વખતે આ ચાર મહિના કેટલાક લોકોનું કિસ્મત ચમકાવશે. આ વર્ષે ચાતુર્માસના ચાર મહિનામાં ચાર રાશિના લોકોનું ભાગ્ય સારું રહેશે.
દેવશયની એકાદશી પર શુભ યોગઃ ચાતુર્માસની શરૂઆત એટલે કે ૧૭ મી જુલાઈએ દેવશયની એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ જેવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. આ યોગ ચાર રાશિના લોકોના જીવનમાં સોનેરી દિવસોની શરૂઆત કરશે. જાણો કઈ રાશિ માટે ચાતુર્માસ (૧૭જુલાઈથી ૧૨ નવેમ્બર ૨૦૨૪) સુધીનો સમય સારો રહેવાનો છે.
મેષઃ આ ચાર મહિના તમારા માટે ખૂબ જ ખાસ છે. કરિયરમાં પ્રગતિની તક મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓ વધશે. વ્યાપારીઓ માટે આ સમય ખાસ કરીને શુભ છે.
વૃષભ: દેવશયની એકાદશી વૃષભ રાશિના લોકોના જીવનમાં સુવર્ણકાળની શરૂઆત કરશે. તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. નવી નોકરી મળશે. આવકમાં વધારો થશે. કરિયર માટે આ સમય ખૂબ જ શુભ છે.
સિંહ: સિંહ રાશિના લોકો માટે પણ આ ચાર મહિના ફળદાયી છે. તમારું કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી આવક વધી શકે છે. આર્થિક દૃષ્ટિએ તમારો આ સમય સારો છે.
કન્યાઃ કન્યા રાશિના લોકો પર પણ ભગવાન વિષ્ણુની કૃપા થવાની છે. આ લોકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. પ્રગતિના માર્ગો ખુલશે. રોકાણ માટે સમય સારો છે. સારું વળતર મળશે. નોકરી અને વ્યવસાયમાં લાભદાયક સમય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)