દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે જેની કરોડો લોકો રાહ જુએ છે. આ મહાન પર્વ દર વર્ષે ધનતેરસથી શરૂ થાય છે. આ તહેવાર દિવાળીની પૂજાના બે દિવસ પહેલા આવે છે. આ તહેવાર દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.
આ વખતે આ તહેવાર ૨૯ ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે વાસણો, સોના- ચાંદી સહિતની અનેક વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ પર કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ, નહીં તો ઘરમાં અશુભ નક્ષત્ર શરુ થઇ જાય છે અને પરિવાર પર અનિષ્ટની પડછાયો પડી જાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ. ધનતેરસ પર શું ના ખરીદવું જોઈએ?
સિન્થેટિક વસ્તુઓઃ જ્યોતિષીઓના મતે ધનતેરસ પર પ્લાસ્ટિક અથવા સિન્થેટિકથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને શુભ નથી માનવામાં આવતી. આ વસ્તુઓને ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશમાં અવરોધ માનવામાં આવે છે. તેથી ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવાનું ટાળો.
જૂની વસ્તુઓઃ ધનતેરસ જેવા શુભ પ્રસંગે જૂની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ઘણી વખત આવી વસ્તુઓ તેમની સાથે નકારાત્મક ઉર્જા, જૂના વિચારો અથવા સમસ્યાઓ લાવી શકે છે. તેથી, આ તહેવાર પર તમારા ઘરમાં ફક્ત નવી અને ચોખ્ખી વસ્તુઓને પ્રવેશવાની મંજૂરી આપવાનો પ્રયાસ કરો, જેથી તમારું ઘર આખું વર્ષ ખુશહાલ રહે.
કાળા રંગની વસ્તુઓઃ ધનતેરસને ખુશી અને ઉત્સાહનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે વાસ્તુ શાસ્ત્રમાં કાળા રંગની વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. તેથી જો તમે આ દિવસે કાળા રંગની બેગ, પગરખાં, કપડાં ના ખરીદો તો તે પરિવાર માટે સારું રહેશે.
કાચના વાસણોઃ જ્યોતિષના મતે કાચના વાસણો સરળતાથી તૂટી જાય છે. જ્યારે તમે તેમને ઘરમાં લાવો છો ત્યારે તેમના તૂટવાનું જોખમ હંમેશા રહે છે. તેથી, ધનતેરસ જેવા શુભ પ્રસંગોએ તેને ખરીદવાનું ટાળવું જોઈએ. તેને ઘરે લાવવાથી પરિવારના સુખ અને શાંતિમાં ખલેલ પહોંચે છે.
લોખંડની વસ્તુઓઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ક્યારેય ન ખરીદવી જોઈએ. લોખંડની પ્રકૃતિ ઠંડી અને વજનમાં ભારે માનવામાં આવે છે. જેના કારણે તેમાંથી બનેલી વસ્તુઓ ઘરે લાવવાનો પરિવારના સભ્યોનો ઉત્સાહ પણ ઓછો થવા લાગે છે. ધનતેરસ પર કોઈ પણ ધારદાર વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ.
ધનતેરસ ૨૦૨૪ પર પૂજાનો શુભ સમય: જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિ ૨૯ ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે ૧૦:૩૪ વાગ્યાથી શરૂ થઈ રહી છે. તે બુધવાર ૩૦ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૧૭ કલાકે સમાપ્ત થશે. જો આપણે ધનતેરસ પર પૂજા માટેના શુભ સમય વિશે વાત કરીએ તો, તે ૨૯ ઓક્ટોબરના રોજ સાંજે ૦૬:૩૧ થી ૦૮:૧૩ સુધીનો રહેશે. તેવામાં તમે ૧ કલાક ૪૧ મિનિટમાં ભગવાન ધનવંતરી, ગણેશ અને કુબેરજીની આરામથી પૂજા કરી શકો છો.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)