ધનતેરસે રાશિ અનુસાર કરો આ વસ્તુઓની ખરીદી, માં લક્ષ્મી થશે પ્રસન્ન.. બનશો પૈસે ટકે સમૃદ્ધ

દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ ૨૯ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે માં લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ધન્વંતરિનો જન્મ આ દિવસે સમુદ્ર મંથનમાં અમૃતના પાત્ર સાથે થયો હતો. ધનતેરસના અવસર પર ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

રાશિ પ્રમાણે કરો ખરીદી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર રાશિ પ્રમાણે ખરીદી કરવી ફાયદાકારક સાબિત થાય છે. આ કારણે, આજે અમે તમને જણાવીશું કે તમારે તમારી રાશિ પ્રમાણે શું ખરીદવું જોઈએ. આવો જાણીએ.

મેષ: ધનતેરસના અવસર પર મેષ રાશિના જાતકોએ ચાંદીના વાસણો ખરીદવા જોઈએ.

વૃષભ: ધનતેરસ પર વૃષભ રાશિના લોકો ચાંદીના સિક્કા અથવા સાદા કપડાની ખરીદી કરી શકે છે.

મિથુન: ધનતેરસના અવસર પર મિથુન રાશિના જાતકો માટે પિત્તળનું વાસણ ખરીદવું શુભ રહેશે.

કર્ક: ધનતેરસના દિવસે કર્ક રાશિના લોકો કોઈપણ સફેદ વસ્તુ અથવા ચાંદીનો સિક્કો ખરીદી શકે છે.

સિંહ: તો ધનતેરસ પર સિંહ રાશિના લોકો વાહનની ખરીદી કરી શકે છે. આ સિવાય તમે જ્વેલરી પણ ખરીદી શકો છો.

કન્યા: જો કન્યા રાશિના લોકો ફ્લેટ, જ્વેલરી, જમીન ખરીદવાનું વિચારતા હોય તો તેઓ ધનતેરસના દિવસે ખરીદી શકે છે.

તુલા: ધનતેરસ પર તુલા રાશિના લોકો સાવરણી ખરીદી શકે છે. તેનાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

વૃશ્વિક: વૃશ્ચિક રાશિના લોકો ધનતેરસ પર ધાણા ખરીદી શકે છે. તેનાથી ઘર પર માં લક્ષ્મીના આશીર્વાદ રહેશે અને ધનના દેવી પોતાની કૃપા વરસાવશે.

ધન: પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ધન રાશિના લોકો ધનતેરસ પર ગણેશ લક્ષ્મીની મૂર્તિ ખરીદી શકે છે.

મકર: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, મકર રાશિના લોકો ધનતેરસ પર પીળા કપડાં અથવા પીળી વસ્તુઓ ખરીદી શકે છે.

કુંભ: કુંભ રાશિના લોકો માટે ધનતેરસ પર ગણેશ લક્ષ્મીની મૂર્તિ સાથે ચાંદીનો સિક્કો ખરીદવો શુભ રહેશે.

મિન: ધનતેરસના અવસર પર મીન રાશિના લોકો સોનું કે પિત્તળ ખરીદી શકે છે. તેમના માટે શુભ રહેશે

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)