દિવાળીના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા અપનાવો આ ખાસ વાસ્તુ ટિપ્સ, થશે ધન વર્ષા

દિવાળીને હિન્દુઓના સૌથી મોટા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તે દિવસે ઘરમાં ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે જો આપણે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘરની સજાવટ કરીએ તો દેવી  લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ બની રહે છે.

આ પાંચ દિવસ લાંબો તહેવાર ધનતેરસના દિવસથી શરૂ થાય છે જે ગોવર્ધન પૂજા પછી સમાપ્ત થાય છે. દિવાળીના લગભગ એક મહિના પહેલા દરેક ઘરે તેની તૈયારી શરૂ કરી દે છે.

તે સમયે ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દર વર્ષે દિવાળીના શુભ અવસર પર ઘણા લોકો તેમના ઘરની દિવાલોને રંગ કરે છે. દિવાળી દરમિયાન ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીજી સ્વચ્છતાના ખૂબ જ શોખીન છે અને તેમને એવા ઘરમાં જવાનું પસંદ છે જ્યાં સ્વચ્છતા હોય. તેવી સ્થિતિમાં દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરતી વખતે એકઠા થયેલ કચરાને બહાર ફેંકી દેવો જોઈએ.

દિવાળીના સમયે ઘરની સફાઈ કરતી વખતે ઈશાન કોણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવતાઓ ઈશાન દિશામાં રહે છે. ઘરની સફાઈ કરતી વખતે ઈશાન દિશાને સારી રીતે સાફ કરવી જોઈએ. તે ખૂણામાં કચરો ના રાખવો જોઈએ. તેમ કરવાથી દેવી લક્ષ્મીજી ક્રોધિત થાય છે.

કોઈ પણ ઘરની અંદર જતા સમયે આપણું સૌ પ્રથમ ધ્યાન તે ઘરના મુખ્ય દરવાજા પર પડે છે. તેવી સ્થિતિમાં જો આપણે ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ સારી રીતે સજાવટમાં રાખીએ તો ઘરમાં આવતા તમામ લોકોને ગેટની સજાવટ પસંદ આવી શકે છે અને તેઓ અંદર આવતા સમયે અંદરથી આનંદ અનુભવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવાળીના સમયે ઘરના મુખ્ય દ્વાર પર માં લક્ષ્મીજીનો ફોટો અથવા નિશાની લગાવવી જોઈએ. ઘરના દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન બનાવો તેમ કરવાથી દેવી લક્ષ્મીજી ખુશ થાય છે.

દિવાળીના સમયે ઈશાન દિશા એકદમ ખાલી અને સ્વચ્છ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમારા ઘરના ઈશાન ખૂણામાં કોઈ ભારે વસ્તુ રાખવામાં આવી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો અને તે જગ્યાને દેવી- દેવતાઓ માટે સાફ રાખો.  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)