દિવાળીની સફાઈ દરમિયાન દક્ષિણ દિશામાં કરી લો આ કામ, વર્ષો જુના દેવા થશે ખત્મ

દિવાળી પર ધન- સમૃદ્ધિને આકર્ષવા માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. જો તમે દિવાળીની સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ ઘરની દક્ષિણ દિશામાં રાખવાની વ્યવસ્થા કરશો તો આખા વર્ષ દરમિયાન ઘરમાં પૈસાની કમી નહીં રહે.

ઘરની દક્ષિણ દિશાઃ વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ દિશામાં શું રાખવું જોઈએ. જો વાસ્તુમાં જણાવેલ વસ્તુઓને દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો ધનની આવક વધે છે. જાણો કઈ વસ્તુઓ દક્ષિણ દિશામાં રાખવી શુભ છે.

સાવરણીઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં સફાઈ કરતી સાવરણી રાખવી શુભ છે. જેના કારણે માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને અઢળક ધનની પ્રાપ્તિ કરે છે. ધ્યાન રાખો કે સાવરણી એવી રીતે રાખો કે તે બહારના લોકોને ન દેખાય.

ફીનિક્સ પક્ષીઃ વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ફીનિક્સ પક્ષીનું ચિત્ર લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. જેના કારણે ઘરના લોકો સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.

સોનું અને ચાંદી: જો કે તિજોરી દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, પરંતુ સોનું અને ચાંદી રાખવું સારું છે. તેનાથી ધન અને સમૃદ્ધિ વધે છે. ધ્યાન રાખો કે સોનું, ચાંદી અને સાવરણી જોડે જોડે ના હોય.

જેડ પ્લાન્ટ અથવા ક્રેસુલા પ્લાન્ટ: જેડ પ્લાન્ટ અથવા ક્રેસુલા મની પ્લાન્ટ કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. ક્રસુલાના છોડને દક્ષિણ દિશામાં રાખવાથી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થાય છે.

ઊંઘવાની દિશાઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ તરફ માથું રાખીને સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. પ્રગતિ મળે. એટલે પલંગને ઘરની દક્ષિણ દિશામાં રાખો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)