દિવાળીમાં ઘરના મુખ્ય દરવાજાના શણગારમાં કરો આ વસ્તુઓનો ઉપયોગ.. મળશે અઢળક

દિવાળી પર માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સફાઈ અને શણગાર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મી જે ઘરોને સાફ અને સ્વચ્છ જુએ છે તે ઘરમાં જ જાય છે અને રોકાય છે. ઘરને સુંદર અને સ્વચ્છ બનાવવાની શરૂઆત મુખ્ય દરવાજાથી થાય છે.

મુખ્ય દરવાજાને પણ એટલે જ શણગારવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. તેથી, જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મી, સુખ અને સમૃદ્ધિને આકર્ષવા માંગો છો, તો આ દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર આ વસ્તુઓને શણગારો.

પાણીમાં રાખો ફૂલ: ઘરના મુખ્ય દરવાજાની પૂર્વ કે ઉત્તર દિશામાં પાણી ભરેલા કાચ કે ધાતુના વાસણમાં ફૂલ રાખો. ઘરની સજાવટમાં મુખ્ય દરવાજા પાસે આ વસ્તુ રાખવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં જરૂરથી પધારે છે.

ॐ ચિન્હનો ઉપયોગ અવશ્ય કરો: ઘરના મુખ્ય દરવાજાની સજાવટમાં ઓમ ચિન્હનો ઉપયોગ અવશ્ય કરો. કાગળ અને ધાતુથી બનેલા સુંદર ॐ બજારમાં મળી જાય છે. જો તમે તેને ના લગાવી રહ્યા હોવ તો કંકુથી જ સુંદર રીતે ‘ॐ’ લખો. તેવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કેળા કે કેરીના પાનથી બનેલો તોરણ જરૂરથી લગાવોઃ ઘરના મુખ્ય દરવાજા પર કેળા કે આંબાના પાનથી બનેલો તોરણ જરૂરથી લગાવો. આજકાલ માર્કેટમાં અલગ- અલગ પ્રકારની ડિઝાઇન કરેલા તોરણ મળતા હોય છે. આ તોરણની સાથે કેળા, કેરી અથવા અશોકના પાનમાંથી બનેલું તોરણ ચોક્કસથી લગાવો. તે શુભ હોય છે અને માં લક્ષ્મીને ઘરમાં આમંત્રિત કરે છે.

શુભ લાભ લખોઃ ઘરના મુખ્ય દરવાજા પર સુંદર હસ્તલેખનમાં અથવા સ્ટીકરના રૂપમાં શુભ લાભ લખવાનું ધ્યાન રાખો.

માં લક્ષ્મીની તસવીર લગાવોઃ ઘરના મુખ્ય દરવાજાની ઉપર કમળના ફૂલ પર બેઠેલા માં લક્ષ્મીનો ફોટો અથવા સ્ટીકર લગાવો. તમારી દિવાળીની સજાવટમાં તેને જરૂરથી શામેલ કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

સ્વસ્તિક ચિન્હ અવશ્ય લગાવોઃ ઘરના મુખ્ય દરવાજા પર આંબાના લાકડા, કુમકુમ અથવા ચાંદીથી બનેલું સ્વસ્તિક અવશ્ય લગાવો.

માં લક્ષ્મીના પગના ચિન્હ: ઘરના મુખ્ય દરવાજાથી ઘરની અંદર જતી વખતે માં લક્ષ્મીના ચરણ અવશ્ય બનાવો અથવા બજારમાં ઉપલબ્ધ સુંદર સ્ટીકરો લગાવો.

રંગોળી સજાવોઃ ઘરના મુખ્ય દરવાજા પર ફૂલોની રંગોળી સજાવો. તે ઘરમાં ગુડલક લાવવા અને ઘરને સુગંધિત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે સુંદર પણ લાગે છે.