દિવાળીની શોપીંગમાં ભૂલથી પણ ના ખરીદવી આ વસ્તુઓ, ઘરથી દુર થઇ જશે માં લક્ષ્મી

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઘરોની સફાઈની સાથે ખરીદીની યોજના પણ શરૂ થઈ ગઈ છે પરંતુ દિવાળીની ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. હિન્દુઓનો મહાપર્વ દિવાળી આ મહિનાના અંતમાં ઉજવવામાં આવશે.

જો કે, દિવાળીની તારીખને લઈને લોકોમાં હજુ પણ મૂંઝવણ છે કે દિવાળી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવશે કે ૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ. તો દિવાળીની ખરીદી થોડા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ધનતેરસ દરમિયાન બજારોમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળે છે. બજારો ઘણી અદ્ભુત વસ્તુઓથી શણગારવામાં આવે છે.

સુખ- સમૃદ્ધિને બદલે નુકસાન ના થઇ જાય: ધનતેરસ- દિવાળી જેવા શુભ અવસર પર એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે સુખ- સમૃદ્ધિ લાવે છે. જેમ કે- સોનું, ચાંદી, કપડાં, વાસણો, નવું ઘર, કાર, ઝવેરાત, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, સુશોભન વગેરે. પરંતુ આ સમય દરમિયાન કોઈ પણ અશુભ વસ્તુ ના ખરીદાય જાય તેવું ધ્યાન રાખો જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે.

કાળી વસ્તુઓઃ કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. ખાસ કરીને ધનતેરસના દિવસે કાળા કે ઘેરા રંગની વસ્તુઓ ના ખરીદવી. નહીંતર માતા લક્ષ્મી નારાજ થઇ જશે.

સેકન્ડ હેન્ડ વસ્તુઓઃ ધનતેરસ- દિવાળીના દિવસે જૂની, વપરાયેલી સેકન્ડ હેન્ડ વસ્તુઓ ના લાવવી. આ દિવસે ઘરમાં માત્ર નવી વસ્તુઓ જ લાવો. તેમજ તે વસ્તુઓ શુભ હોવી જોઈએ.

ધારદાર વસ્તુઓ: આવા શુભ પ્રસંગે છરી, કાતર અથવા કોઈપણ હથિયાર જેવી ધારદાર વસ્તુઓ ઘરમાં ના લાવવી. નહીં તો આખું વર્ષ ઘરમાં ઝઘડા થશે. સંબંધોમાં મતભેદ રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)