હિંદુ ધર્મમાં દિવાળી ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. કહેવાય છે કે દિવાળીના નવા દિવસોમાં પૂજા- પાઠનું ખાસ ફળ મળે છે. કાર્તિક માસ ભગવાન વિષ્ણુજી અને માં લક્ષ્મીજીની પૂજા માટે સમર્પિત છે. આ માસમાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે.
દિવાળીના બીજા દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. તે દિવસે ગોવર્ધન પૂજાનું ખાસ મહત્વ છે. તે દિવસે માં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે માં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા સાચી વિધિ અને સાચા મૂહર્તમાં કરવામાં આવે તો પૂજાનું ફળ અનેક ગણું વધારે મળે છે. તે દિવસે સાચી વિધિથી પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ ધનની અછત નથી રહેતી અને જીવનભર માં લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે. ચાલો જાણીએ માં લક્ષ્મીજી અને ગણેશજીની સાચી પૂજા વિધિ વિશે.
દિવાળી પર આ વિધિથી કરો પૂજા: દિવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. તેવીમાં દિવાળી પર પૂજા સમયે અગિયાર, ૨૧, ૩૧, ૫૧, ૭૧ અથવા ૧૦૧ માટીના દીવા પ્રગટાવો. સાથે જ એક મોટો ચાર મુખવાળો માટીનો દીવો પણ પ્રગટાવો. એક સ્થાન પર લાલ રંગનું કપડું પાથરો અને માં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો.
ત્યાર પછી લક્ષ્મીજી અને ગણેશજીને પંચામૃત અને અષ્ટગંધથી સ્નાન કરાવો. સ્નાન પછી પછી સોપારી, પૈસાના સિક્કા, થ્ડું અષ્ટગંધ, રોલી, અક્ષત, ફૂલ અને પાણી અર્પણ કરો ત્યાર પછી ભગવાન ગણેશ અને માં લક્ષ્મીજીને લવિંગ, ઈલાયચી, સોપારી, મેવો, લાડવા, બરફી અને પાંચ જાતના ફળ અર્પણ કરવા.
ભગવાનની મૂર્તિની સ્થાપના કરવા સાથે દક્ષિણવર્તી શંખ, શ્રી યંત્ર, ગોમતી ચક્ર, પીળી કોડી, ધાણા, હળદરની ગાંઠ, હઠ જોડી અને મોતી શંખ પણ પૂજા સ્થાન પર સ્થાપિત કરો. પાનના પાંચ કે છ પાંદડા, રૂ, અશોક અથવા આંબાના પાનની સાથે કાળશ સ્થાપના કરો. કમળના ફૂલથી માં લક્ષ્મીજીની પૂજા કરો. દિવાળીની રાત્રે સરસવનું તેલ અને શુદ્ધ ગાયનું ઘી લો અને તેનો અખંડ દીવો પ્રગટાવવો.
પછી ચોખામાં હળદર મિક્સ કરીને અષ્ટદલ બનાવો. ત્યાર પછી અષ્ટદલ કમળ પર દીવો સ્થાપિત કરો અને ત્યાં જ કળશની સ્થાપના કરો. કળશ પર ફૂલ અર્પણ કરો અને અખંડ દીવા પર તિલક કરો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)