પથરીનો દુખાવો ખૂબ જ ખતરનાક હોય છે. જ્યારે તે ઉપદે છે ત્યારે માણસની સહનશક્તિ જવાબ આપી દે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ માત્ર એટલું જ ઈચ્છે છે કે કંઈપણ કરીને તેની કિડનીમાંથી આ પથરી નીકળી જાય. જ્યારે પથરી કદમાં નાની હોય ત્યારે વધુ પાણી અને પદાર્થોનું સેવન કરીને તેને પેશાબ દ્વારા બહાર કાઢી શકાય છે. પરંતુ જો આ પથ્થર કદમાં મોટો હોય તો ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ બચે છે.
કેટલાક લોકો પથરી દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાય પણ અજમાવતા હોય છે. ઈન્ટરનેટ આવા ઉપાયોથી ભરેલું છે. આમાંથી એક ઉપાય સૌથી લોકપ્રિય છે અને તે છે બીયરનું સેવન કરવું. તમે ઘણા લોકોના મોઢેથી પણ સાંભળ્યું હશે કે “ભાઈ, પથરી થઈ ગઈ હોય તો બીયર પીવાનું ચાલુ કરી દો. બધી પથરી બહાર આવી જશે.” પણ શું ખરેખર આવું થાય છે? શું બીયર તમને પથરીથી મુક્તિ અપાવી શકે છે? આવો જાણીએ આ વિશે સત્ય.
સંશોધન શું કહે છે? રિસર્ચ અનુસાર જે લોકો બીયરનું સેવન કરે છે તેમને પથરી થવાની શક્યતા ૪૧ ટકા સુધી ઘટી જાય છે. તેનું કારણ એ છે કે બીયરનું સેવન કરવાથી તમને વધુ પેશાબ આવે છે. શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વો આ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
આ રીતે બિયરમાંથી બહાર આવે છે પથરી: નિષ્ણાંતોના મતે જ્યારે તમે વારંવાર પેશાબ કરવા જાઓ છો, ત્યારે કિડની પર દબાણ આવે છે. આ દબાણને કારણે કિડનીમાંથી પથરી બહાર નીકળી જાય છે. જો કે પેશાબ દ્વારા માત્ર નાની પથરી જ દૂર કરવી શક્ય હોય છે. જો તમારી અંદર મોટી પથરી હોય, તો તે પેશાબ દ્વારા બહાર આવવી શક્ય નથી હોતી.
વધુ બીયર પથરીનું જોખમ વધારી શકે છે: જો કેટલાક વધુ રિસર્ચનું માનીએ તો વધુ બીયરનું સેવન કરવાથી પથરીની સમસ્યા હલ થવાને બદલે વધી શકે છે. આ અભ્યાસ મુજબ જે લોકો બિયરનું વધુ પડતું સેવન કરે છે, તેમનામાં પથરીની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. તેનું કારણ એ છે કે વધુ માત્રામાં બીયર પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તો બીજીતરફ બીયરમાં ઓક્સલેટ પણ હોય છે, જેના કારણે શરીરમાં પથરી બનવાનું જોખમ વધી જાય છે.
પથરીથી છુટકારો મેળવવા માટે બીયર પીવી કે નહી? હવે ચાલો ઝડપથી નિષ્કર્ષ પર જઈએ. જો તમે બિયરનું વધુ સેવન નથી કરતા, તો તે તમારી કિડનીમાંથી પથરી દૂર કરવામાં મદદ કરી શકે છે. તેથી જો તમે પથરીની સમસ્યા માટે બીયર પી રહ્યા છો, તો તેનું વધુ સેવન કરવાનું ટાળો, નહીંતર આ રોગ વધી શકે છે. આમ તો પથરીને બહાર નીકાળવા માટે વધુમાં વધુ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ.
પથરી દૂર કરવાના ઘરગથ્થું ઉપાય: પથરી દૂર કરવાના અન્ય ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ તો પથ્થરચટ્ટાના પાનનો રસ, લીંબુનો રસ, ડુંગળીનું સેવન, ગાજરનો રસ, અનાનસનો રસ અને શેરડીનો રસ જેવી વસ્તુઓ ફાયદાકારક સાબિત થાય છે.