કુતરો આવી હરકત કરતો જોવા મળે તો મળવાના છે છપ્પરફાડ પૈસા, દરેક ઈચ્છા થશે પૂરી

કૂતરાને સૌથી વફાદાર અને સજાગ પ્રાણી માનવામાં આવે છે. કદાચ તે કારણે લોકો તેને પાળે પણ છે. તેની સૂંઘવાની અને અગાઉની ઘટનાઓનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા પણ અદભૂત છે. કદાચ તેથી જ પોલીસ વિભાગ પણ તેનો ઉપયોગ ગંભીર કેસમાં ચોર કે ગુનેગારોને પકડવા માટે કરે છે. કૂતરાઓ તેમની આ શક્તિ દ્વારા આપણને ઘણા શુભ અને અશુભ સંકેતો આપે છે.

દરેક કાર્ય થશે સફળ: જયારે તમે કોઈ યાત્રા પર જાઓ છો અથવા તમે કોઈ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છો અને કૂતરો તમારી સાને આંખો ફાડીને જોવે છે તો ગભરાશો નહિ. તમને જણાવે છે કે તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તે સંપૂર્ણ થશે. જો કૂતરો ગરદન ઉંચી કરીને તમારિ સામે જોવે છે તો સમજી જાઓ કે તમારું કામ સફળ થશે.

જો કૂતરો તમારા પગ પર ફરવા લાગે અને ખુશ દેખાય છે, તો તે કાર્યમાં સફળતા મળવાની નિશાની છે. જો કૂતરો આકાશ તરફ જોતો રહે તો સમજી લેવું કે તમને ધન સુખની સાથે સ્ત્રી સુખ પણ પ્રાપ્ત થશે. જો કૂતરો તમને જોઇને જમીન પર તેનું માથું ઘસવા લાગે તો સમજો કે તમને અણધાર્યા પૈસા મળી શકે છે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

જમીન ખોદતા મળે ધન: જો કોઈ કૂતરો તેના પંજા વળે ખેતર- કોઠારમાં અથવા જ્યાં અનાજ રાખવામાં આવે છે ત્યાં ખોળતું હોય તો તે ધન પ્રાપ્તિ થવાનો સંકેત છે. જો કોઈ કૂતરો મોંમાં રોટલીનો ટુકડો અથવા કોઇપણ પ્રકારનું કપડું લઈને તમારી બાજુ આવતો દેખાય તો સમજી લેવું કે પૈસા મળવાની શક્યતાઓ છે.

સંતાન ના હોવાને કારણે નિરાશ થયેલી દંપતીને જો ઘરની બહારથી કોઈ કૂતરો આવે અને તેના મોંમાં ફળ અથવા શાકભાજીનો ટુકડો ખાતા જોવે છે, તો તે દંપતીને બાળક થવાની સંભાવના છે, જો તે સમયે તમે કંઇક બીજું વિચારી રહ્યા છો અને કૂતરો તેના પાછળના પંજા વળે માથું ખંજવાળે તો સમજી લેવું કે તમે જે ઈચ્છા ઈચ્છો છો તે પૂર્ણ થશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)