શું તમે રોજ સૂતી વખતે સપના જુઓ છો? તમે દરરોજ સ્વપ્ન ના જોતા હોવ, પરંતુ એવું તો ના જ હોઈ શકે કે તમે ક્યારેય સ્વપ્ન જોયા જ ના હોય. સપના ઘણા પ્રકારના હોય છે અને તેના અર્થ પણ અલગ અલગ હોય છે.
જો તમે તમારા સપનામાં અહીં લખેલ કોઈપણ પ્રકારનું જોઈ લીધું હોય તો જાણી લો કે તમને છપ્પરફાડ પૈસા મળવાના છે અને તમારી ખુશીમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે.
સ્વપ્નમાં તમારી જાતને અથવા અન્ય કોઈને અને પલંગ વગેરેને બળતો જોવાથી સુખમાં વધારો થાય છે. સ્વપ્નમાં દેવી- દેવતાઓના આશીર્વાદ મેળવવાથી હકીકતમાં પણ ધનની વૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જો તમે સપનામાં ભમરા, વીંછીના ડંખ જોશો તો તમને ધનની પ્રાપ્તિ થાય છે.
સ્વપ્નમાં શંખ, કપડું, દહીં, ચંદન, મોગરા, બકુલ વૃક્ષ અને કમળ જોવાથી ધનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ સપનામાં કોઈના ચરણ અને ભુજા જુએ તો તેને ધનની પ્રાપ્તિ થાય છે.
જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાને ધૂમ્રપાન કરતો જુએ છે, તો તેને જલ્દી પૈસા મળશે. જો કોઈ વ્યક્તિ પોતાના હાથમાં ધ્વજ લતા કે વૃક્ષ જુએ છે, તો તેને જલ્દી ધન પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાને અનાજના ઢગલા, પર્વત અથવા છોડ પર ચડતા જુએ છે, તો તેને જલ્દી પૈસા મળશે.
જે વ્યક્તિ પોતાના સ્વપ્નમાં પુષ્કળ વરસાદ અથવા જ્વલિત અગ્નિ જુએ છે, તેના પર દેવી લક્ષ્મીની કૃપા થાય છે અને તેને અપાર ધન પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાની જાતને કોઈપણ ઋતુમાં ફળ અથવા ફૂલ ખાતા જુએ તો તેને આફતના સમયમાં પણ પૈસા મળે છે.