જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલમાં પરિવર્તન કરે છે. ચાલમાં પરિવર્તન પછી બે ગ્રહો એકસાથે આવે છે અથવા સામસામે આવીને રાજયોગ રચે છે. આ યોગો ઘણી રાશિના લોકો માટે ખૂબ જ શુભ હોય છે.
સમસપ્તક યોગઃ જ્યોતિષીય ગણતરી મુજબ ૧૩ ઓક્ટોબરે સવારે ૦૫:૪૯ કલાકે ધન, સમૃદ્ધિ, આકર્ષણ અને સુખ- સુવિધાના દાતા શુક્ર તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તો બીજીતરફ ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ અને શુક્ર એકબીજાથી સાતમાં સ્થાનમાં હોય છે ત્યારે સમસપ્તક યોગ બને છે. આ કારણે ૧૩ ઓક્ટોબરનો આ દુર્લભ યોગ ચાર રાશિ માટે શુભ સાબિત થવાનો છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
વૃષભઃ- વૃષભ રાશિના લોકો માટે સમસપ્તક યોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગારમાં પણ વધારો થઈ શકે છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે. આ સમયે તમને વાહનનો આનંદ પણ મળી શકે છે.
સિંહઃ સિંહ રાશિના લોકો માટે સમસપ્તક યોગ સારા સમાચાર લાવી શકે છે. જીવનમાં નવી ખુશીઓ આવશે. લાભના નવા સ્ત્રોત મળશે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો થશે. નોકરી શોધી રહેલા લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. અટકેલા પૈસા તમને મળી શકે છે.
ધનઃ ધન રાશિના લોકો માટે સમસપ્તક યોગ ખૂબ જ લાભદાયી સાબિત થશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. ધન લાભ થવાની શક્યતાઓ બની શકે છે. કરિયરના સંદર્ભમાં તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તે પૂર્ણ થશે.
મકરઃ મકર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. સરકારી નોકરી માટે અરજી કરવા માટે સમય સારો છે. જો તમે કોઈ રોગથી પરેશાન છો તો તે સમસ્યા દૂર થઈ જશે. રોકાણ પર તમને સારું વળતર મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)