શાસ્ત્રોમાં સવારે અને સાંજે પૂજાનું વિશેષ મહત્વ બતાવામાં આવ્યું છે. સવાર- સાંજ દીવો પ્રગટાવીને જો મંત્રોનો જાપ કરવામાં આવે તો ભગવાન ટૂંક સમયમાં પ્રસન્ન થાય છે. સાંજના સમયે દીવો પ્રગટાવીને કરવામાં આવેલા મંત્ર જાપનું વિશેષ લાભ બતાવવામાં આવ્યુ છે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે.
ફક્ત સવારે જ નહી પણ સાંજે પણ પૂજાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. સાંજના સમયે જો આ ચાર મંત્રોનો જાપ કરવામાં આવે તો સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
સાંજે પૂજાનો સાચો સમય: જ્યોતિષશાસ્ત્રના અનુસાર સાંજના સમયે શૈતાની શક્તિઓનો પ્રભાવ હોય છે. આવામાં સાંજના સમયે કરેલી પૂજાથી શૈતાની શક્તિઓનો પ્રભાવ ઓછો કરી શકાય છે. જયારે સવારની પૂજા ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે.
સાંજે પૂજાનો સાચો સમય સુર્યાસ્ત થયા પછી અને અંધારું થયા પહેલા હોવો જોઈએ. તેને સંધ્યા કહેવામાં આવે છે અને સંધ્યા પૂજા આ સમયે કરવામાં આવે છે. સાંજના સમયે કરો આ મંત્રના જાપ: शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा। शत्रुबुद्धिविनाशाय दीपकाय नमोऽस्तुते॥
સાંજના સમયે આ મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર દ્વારા દીવાની જ્યોતને વંદન કરવામાં આવે છે. આ મંત્રનો અર્થ છે- જે શુભ કરે છે, કલ્યાણ કરે છે, સ્વસ્થ રાખે છે, ધન સંપત્તિ આપે છે આવી જ્યોતને હું પ્રણામ કરું છુ. कीटा: पतङ्गा: मशका: च वृक्षाः जले स्थले ये निवसन्ति जीवाः दृष्ट्वा प्रदीपं न च जन्म भाजा: सुखिनः भवन्तु श्वपचाः हि विप्रा:।।
સાંજના સમયે દીવો પ્રગટાવ્યા પછી આ મંત્રનો જાપ કરવો. આનો અર્થ છે આ દીવાના દર્શન જે પણ જીવને થઈ રહ્યા છે ભલે તે જીવ- જંતુઓ હોય કે પક્ષી હોય કે વૃક્ષ- છોડવા હોય. પૃથ્વી પર જોવા મળતા જીવો હોય કે પાણીમાં તે બધાના પાપ નષ્ટ થાય, તેમને જન્મ- મૃત્યુના ચક્રથી મુક્તિ મળે અને તેમને હંમેશા સુખની પ્રાપ્તિ થાય. अन्तर्ज्योतिर्बहिर्ज्योतिः प्रत्यग्ज्योतिः परात्परः। ज्योतिर्ज्योतिः स्वयंज्योतिरात्मज्योतिः शिवोऽस्म्यहम्॥
આ મંત્રનો અર્થ છે મારા અંદર, બહાર અને સંસારમાં ફેલાયેલા પ્રકાશનો માલિક એક જ છે. બધું પ્રકાશિત કરવા વાળા પરમાત્મા છે, શિવ છે. અંતમાં આ દીવો નિયમિત રૂપથી પ્રગટવાની શપથ લઉં છુ. दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दन:। दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तुते॥
સાંજે પ્રગટાવવા વાળા દીવાની જ્યોત બ્રહ્મ અને સત્પુરુષોને સમર્પિત છે. સાથે જ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હું પ્રાથના કરું છુ કે આ દીવો મારા પાપને નષ્ટ કરે. હે સંધ્યાના દીપક તમને મારું નમન. (Disclaimer: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)