વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનામાં મધ્ય ભાગમાં પૂર્ણિમા હોય છે. શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તિથી માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ વખતે ફાગણ પૂર્ણિમા ૨૪ અને ૨૫ માર્ચે આવી રહી છે. આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થવાનું છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ યોગની સાથે રવિ યોગ પણ બની રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. ગ્રહોની સ્થિતિ પણ ઘણી રાશિઓ માટે અનુકૂળ હોવાનું કહેવાય છે. આ દિવસે કેતુ અને ચંદ્ર મીન રાશિમાં રહેશે. સાથે જ સૂર્ય, બુધ અને રાહુ પણ મીન રાશિમાં છે. ગુરુ મેષ રાશિમાં છે. કુંભ રાશિમાં મંગળ, શુક્ર અને શનિ બિરાજમાન છે. તેવી સ્થિતિમાં કેટલીક રાશિઓ માટે ફાગણ પૂર્ણિમા ખૂબ જ ખાસ રહેવાની છે.
મેષ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે ફાગણ પૂર્ણિમા ખૂબ જ શુભ સાબિત થશે. તેમના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે અને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તમારી ધન- સંપત્તિમાં વૃદ્ધિ થશે.
સાથે જ વેપારમાં પણ ઘણો ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન, જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તેમ કરવું ફાયદાકારક રહેશે. તમે પરિવાર સાથે સારા સંબંધો સ્થાપિત કરી શકશો.પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.
કન્યા: આ રાશિના લોકો માટે પણ ફાગણ પૂર્ણિમા શુભ રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર આ રાશિમાં રહેશે. તેવી સ્થિતિમાં તેમને જીવનની તમામ ખુશીઓ મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. નાણાકીય લાભ થવાની શક્યતાઓ રહેલી છે.
ધનઃ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ગ્રહોની સ્થિતિની અસર ધન રાશિના લોકો પર જોવા મળશે. આ સમય દરમિયાન, તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવામાં તમને સફળતા મળશે. વેપારમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. જો તમારે દેવું થયેલું છે તો તમને જલ્દી રાહત મળશે.
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ફાયદાકારક સાબિત થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)