શનિદોષથી બચવા લોકો વિવિધ ઉપાયો કરતા હોય છે. શનિ દોષના કારણે જીવનના તમામ કાર્યો નિષ્ફળ થવા લાગતા હોય છે અને સ્વાસ્થ્ય પણ ઘણીવાર ખરાબ રહેતી હોય છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય હોય છે શનિવારે તેમની પૂજા કરવી, તેમને તેલ ચઢાવવું અને કાળી વસ્તુઓનું દાન કરવું. આ સિવાય નીચે જણાવેલ મંત્રોના જાપ કરવાથી પણ શનિદેવના પ્રકોપથી બચી શકાય છે.
શનિદેવના ઉપયોગથી બચવા માટે આ પાંચ મંત્રનો પાઠ કરો- પ્રથમ મંત્ર: ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:। , બીજો મંત્ર: ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:, ત્રીજો મંત્ર: कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:। सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।। ચોથો મંત્ર: शनि का तंत्रोक्त मंत्र- ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: પાંચમો મંત્ર: मंत्र- ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।
તમારે ઉપરોક્ત મંત્રોનો ૨૩૦૦૦ વખત જાપ કરવો જોઈએ. જો તમે જાતે જ આ મંત્રોનો જાપ નથી કરી શકતા તો બીજા કોઈની જોડે કરાવી લો. આ મંત્રો ખૂબ જ ચમત્કારીક છે અને આ મંત્રોના જાપ કરવાથી શનિ ગ્રહનો પ્રકોપ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય તેમણે આ મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ.
જાપ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો: આ મંત્રોનો જાપ કરતા પહેલા તમારે તેનો યોગ્ય રીતે ઉચ્ચાર કરતા શીખવું જોઈએ કારણ કે આ મંત્રોનો ખોટી રીતે જાપ કરવાથી તેનાથી સંબંધિત કોઈ ફળ નથી મળતું. જો તમે આ મંત્રોનો જાપ જાતે નથી કરી શકતા, તો તમારે પંડિત પાસે તેનો જાપ કરાવવો જોઈએ.
તમારે શનિવારના દિવસથી જ આ મંત્રોનો જાપ શરૂ કરી દેવો જોઈએ. જે દિવસે તમારો જાપ પુરા થઈ જાય તે દિવસે તમારે શનિ મંદિરમાં જઈને તેમને તેલ ચઢાવવું જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરવી જોઈએ કે જો તમારાથી મંત્ર જાપ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો તેઓ તમને માફ કરે.
શનિ જયંતિ પર આ મંત્રોનો જાપ કરવાથી વિશેષ લાભ મળે છે. તેથી, તમે શનિ જયંતિના દિવસે પણ આ મંત્રોનો જાપ કરી શકો છો. ઉપરોક્ત મંત્રો ઉપરાંત, તમે ભગવાન શિવના પંચાક્ષર મંત્રો ‘ॐ नमः शिवाय’ અને ‘ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्द्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्’ નો પણ જાપ કરી શકો છો. આ બે મંત્રોના જાપ કરવાથી શનિદેવના બુરા પ્રભાવથી બચી શકાય છે. તમારે સોમવારથી જ આ બંને મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ.
આ ઉપાયો પણ અજમાવો: શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો અને કાળા કપડાં પહેરો. શનિવારે તેલ ખરીદો અને તે તેલ મંદિરમાં ચઢાવો. આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. લોખંડ સિવાય તમે શનિવારે ચપ્પલનું દાન પણ કરી શકો છો. આ ઉપાયોથી શનિદેવના પ્રકોપથી બચી શકાય છે.