ઘણી વખત માણસ મહેનત કરીને પૈસા કમાતો હોય છે, પરંતુ તેને બચાવી નથી શકતો. પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે જીવન ગરીબીમાં પસાર થાય છે અને તેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ દોષ સમયસર દૂર થાય તે જરૂરી હોય છે.
વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ રાખતા જ આર્થિક લાભ થવાની શક્યતાઓ ઉભી થવા લાગે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. આજના લેખમાં અમે તમને આવી જ પાંચ વસ્તુ વિશે જણાવીશું.
તુલસીઃ હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જે ઘરમાં દરરોજ સવાર- સાંજ તુલસીની પૂજા કરવામાં આવે છે અને જળ ચઢાવવામાં આવે છે. તેવા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ધનના યોગ બનાવવા માટે ઘરમાં તુલસીનો છોડ લગાવો.
મોરપીંછ: દેવી લક્ષ્મી અને ભગવાન ઈન્દ્રને મોરપીંછ ખૂબ જ પ્રિય હોય છે. તેને ઘરમાં રાખવાથી સુખ- શાંતિ તેમજ ધનની પ્રાપ્તિ થાય છે. મોરપીંછને ભગવાન કૃષ્ણનું પ્રતીક પણ માનવામાં આવે છે. મોરપીંછા લાવીને તેને સાચી દિશામાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
હાથીની મૂર્તિ: ઘરમાં ચાંદીથી બનેલી હાથીની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તેવી સ્થિતિમાં બજારમાંથી ચાંદીની હાથીની મૂર્તિ લાવીને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. તેનાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને રાહુ- કેતુના પ્રભાવથી પણ રક્ષણ મળે છે.
માતા લક્ષ્મીના ચરણ: માતા લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે. જો તમારે ધનવાન બનવું હોય તો માં લક્ષ્મીની કૃપા મેળવવી જરૂરી હોય છે. આ માટે તેમને ખુશ કરવા ખૂબ જ જરૂરી હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માં લક્ષ્મીના આર્ટીફીશીયલ ચરણ ઘરમાં રાખવા શુભ હોય છે. તેનાથી ધનના આગમનના સ્ત્રોતો બનવા લાગે છે.
સ્વસ્તિકઃ ઘરમાં સ્વસ્તિક ચિન્હ અવશ્ય બનાવવું જોઈએ. તેને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ભગવાન ગણેશ તમામ વિઘ્નો દૂર કરે છે અને માતા લક્ષ્મી ધનની લાભ કરાવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)