ચાર રાશિના લોકોને થશે ધન લાભ, બનશે માલામાલ, વાંચો તમારું અઠવાડિક આર્થિક રાશિફળ

માર્ચનું અંતિમ સપ્તાહ સિંહ, તુલા અને વૃશ્ચિક સહિત છ રાશિ માટે શુભ પરિણામ આપી શકે છે. ૨૫ માર્ચથી ૩૧ માર્ચ આ સમય આ લોકોને કરિયરમાં પ્રગતિ અને આર્થિક લાભ આપી શકે છે. ત્યારે મેષથી મીન સુધીની તમામ રાશિના લોકોનું સાપ્તાહિક કરિયર અને આર્થિક રાશિફળ જાણો.

મેષ: ઘરની દેખરેખ અને સજાવટમાં તમારું ધન ખર્ચ થશે. વેપાર- વ્યવસાયમાં વિસ્તરણ થઇ શકે છે. નોકરીમાં સ્થિરતા રહેશે. આવકના સ્ત્રોત વધશે. પ્રોપર્ટીમાં રોકાણ થઈ શકે છે.

વૃષભ: બેરોજગાર લોકોને રોજગારની તક પ્રાપ્ત થવાના અવસર મળશે. વેપારમાં રોકડની લેવડ- દેવડમાં સાવધાની રાખો. મોજશોખ અને વૈભવ પાછળ પૈસા ખર્ચ થશે. આવક અને ખર્ચમાં સમાનતા રહેશે.

મિથુન: નોકરીમાં આર્થિક પ્રગતિની તકો બની રહી છે. દેખાડા- શો ઓફમાં વ્યસ્ત ના થાઓ, નહીંતર દેખાડાના ચક્કરમાં ધનની બરબાદી થઈ શકે છે.

કર્કઃ વેપારમાં આવક વધી શકે છે. નવી મિલકત ખરીદી શકો છો. ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદીમાં ધન ખર્ચ થશે. સપ્તાહના અંતે તમે આર્થિક સંકટનો અનુભવ કરશો.

સિંહ: શેરબજારમાં ડૂબેલું ધન તમને પાછું મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પાછળ ધન ખર્ચ થઈ શકે છે. બચત કરવાની ટેવ પાડો, જે તમને ભવિષ્યમાં મદદ કરશે.

કન્યા: ખોટી કંપનીમાં કામ કરવાને કારણે આર્થિક નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. વેપાર સંબંધિત યાત્રાઓ થશે. જેનાથી તમને આર્થિક લાભ થઇ શકે છે.

તુલા: વેપારમાં તમારે નવા કરાર થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ રહેલી છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. ધનનો સદઉપયોગ કરશો.

વૃશ્ચિક- વૈભવી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચ થશે. કરિયરની દૃષ્ટિએ આ સપ્તાહ ઘણું સારું છે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે. વાહનની જાળવણીમાં પૈસા ખર્ચ થશે.

ધન: ઉચ્ચ અધિકારીઓ તમારા પગારમાં વધારો કરશે અને તમારા પ્રમોશનની ભલામણ કરશે. તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. શેરબજારમાં રોકાણ કરવાથી આર્થિક લાભ થશે.

મકરઃ સ્થાવર મિલકત સાથે જોડાયેલા લોકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. ઉધાર લીધેલા પૈસા પાછા લેવામાં મુશ્કેલી આવશે. શિક્ષણ અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે.

કુંભ: લાંબી મુસાફરીમાં ધન ખર્ચ થઇ શકે છે. વિદ્યાર્થીઓને પૈસાની તંગી રહેશે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું આર્થિક દૃષ્ટિકોણથી સારું રહેશે.

મીન: નવા મોબાઈલ અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણની ખરીદીમાં પૈસા ખર્ચ થશે. વેપારમાં નવી શક્યતાઓ શોધશો. ઘરની આંતરિક સજાવટ પાછળ પૈસા ખર્ચ થશે. શેરબજાર દ્વારા તમારી આવકમાં વધારો થશે.