હાલમાં સૂર્ય અને મંગળ બંને ગ્રહો પોતપોતાની નબળી રાશિમાં સ્થિત છે. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ, સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ્યા અને ત્રણ દિવસ પછી એટલે કે ૨૦ ઓક્ટોબરે મંગળ કર્ક રાશિમાં પ્રવેશ્યા. બંને ગ્રહો વ્યક્તિની કુંડળીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સૂર્ય કે જે ગ્રહોના રાજા છે, મંગળ કે જે ગ્રહોના સેનાપતિ છે.
ત્યારે રાશિઓની બે મહત્વના વિભાગની જવાબદારી સૂર્ય અને મંગળની છે. આ સ્થિતિ ૧૬ નવેમ્બર ૨૦૨૪ સુધી રહેશે કારણ કે આ દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ત્યારે મેષથી મીન સુધીની તમામ રાશિના લોકોએ ૧૬ નવેમ્બર સુધી સાવધાન રહેવું પડશે. ચાલો જાણીએ નબળા સૂર્ય અને મંગળની તમામ રાશિના લોકો પર શું અસર થવાની છે.
મેષઃ મેષ રાશિના જાતકો માટે મંગળ અને સૂર્યની સ્થિતિનો પ્રભાવ જીવનમાં કેટલાક પડકારો લઈને આવે છે. જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે તણાવ વધવાની સંભાવના છે. તમે કાર્યસ્થળે ધીમી પ્રગતિ અને થાક અનુભવી શકો છો. તમારે વાહન અથવા ઈલેક્ટ્રોનિક સામાન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્નાયુઓમાં દુખાવો અથવા અન્ય શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આ સમયે ધૈર્ય રાખો, તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને મહત્વપૂર્ણ નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખવાનો પ્રયાસ કરો.
વૃષભઃ આ સમયે વૃષભ રાશિના જાતકોને જમીન અને મકાનનો લાભ મળશે, પરંતુ કોઈને કોઈ કારણસર ઘરમાં અશાંતિ થઈ શકે છે. સૈન્ય વિભાગ સાથે જોડાયેલા લોકોએ વધુ સાવધ રહેવું પડશે કારણ કે આ સમય દરમિયાન તમને ઈજા થવાની સંભાવના છે. વિવાહિત મહિલાઓએ સમજદારીથી કામ લેવું જોઈએ, નહીં તો વિવાહિત જીવનમાં સંવાદિતા બગડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમે નબળાઇ, સ્નાયુઓમાં દુખાવો અને તણાવ અનુભવી શકો છો. નવી ખરીદીની સંભાવનાઓ રહેશે, જેમાં બજેટનું ખાસ ધ્યાન રાખવું.
મિથુનઃ મિથુન રાશિના જાતકોને પરિવારના સભ્યો અથવા મિત્રો તરફથી આર્થિક સહયોગ મળવાની શક્યતાઓ રહેલી છે. ઘરમાં ખાસ કરીને પારિવારિક કાર્યો દરમિયાન દલીલો થઈ શકે છે. વાણીમાં ચીડિયાપણું આવવાથી ઝઘડાનું વાતાવરણ સર્જાઈ શકે છે. જો તમને પહેલાથી જ બીપી કે માઈગ્રેનની સમસ્યા છે તો સાવચેત રહો. આ સમયગાળા દરમિયાન, કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ટાળવો અને સકારાત્મક વિચાર જાળવી રાખવો જરૂરી છે.
કર્કઃ કર્ક રાશિના લોકોની ઉર્જા સક્રિય થશે, પરંતુ મંગળ નબળી રાશિમાં હોવાથી ઉર્જા અનિયંત્રિત થઇ જવાની શક્યતાઓ છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને સ્નાયુઓમાં દુખાવો વધી શકે છે. કાર્યસ્થળમાં તમને સન્માન મળશે, પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરિવારમાં તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સિંહઃ સિંહ રાશિ સૌથી નીચલી રાશિમાં હોવાને કારણે તેમના પર પણ આ યુતિનો નકારાત્મક પ્રભાવ પડશે, ખાસ કરીને નાના ભાઈ- બહેનો સાથે વિવાદ વધવાની સંભાવના છે. ગુસ્સો પણ વધશે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. પડોશીઓ અને ભાઈ-બહેનો સાથે મતભેદ થવાની સંભાવના છે. આ સમયે કરવામાં આવેલ યાત્રા ફાયદાકારક અને સકારાત્મક સાબિત થશે.
કન્યાઃ કન્યા રાશિના લોકોને આ સમયમાં પૈસાની તંગી થઈ શકે છે, તેથી આર્થિક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. તમારી વાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરો કારણ કે અહંકાર સમસ્યાઓનું કારણ બની શકે છે. ગુપ્ત અભ્યાસ અને સંશોધનમાં ધનલાભની પણ શક્યતાઓ રહેલી છે, જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. અણધાર્યા લાભની શક્યતાઓ છે, પરંતુ મોટા ભાઈ- બહેનો સાથે વિવાદ થઈ શકે છે.
તુલા: સૂર્ય અને મંગળ નીચ રાશિમાં હોવાને કારણે કાર્યક્ષેત્રમાં તણાવ અને અહંકારને કારણે પ્રિયજનો સાથે વાદ- વિવાદની સંભાવનાઓ વધશે, જેના કારણે અપમાનનો અનુભવ પણ થઈ શકે છે. સંતાન અને પારિવારિક અશાંતિથી સુખનો અભાવ રહેશે. આ સમયે સાવધાન રહો જેથી નકારાત્મક અસરો ઓછી થાય.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિ અને કન્યા રાશિના લોકોને ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. કાર્યક્ષેત્રમાં સંઘર્ષ અને વરિષ્ઠો સાથે વિવાદ વધવાની શક્યતાઓ રહેલી છે. નાની બહેનો અને ભાઈઓ સાથે પણ મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જરૂરી છે કારણ કે તમારે બ્લડ પ્રેશર, હૃદયની સમસ્યાઓ, માનસિક તણાવ અને ઊંઘની કમીનો સામનો કરવો પડી શકે છે.
ધન: ધન રાશિના લોકો માટે અચાનક ખર્ચની સ્થિતિ બની શકે છે. બાળકોના ખર્ચમાં વધારો થવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થવાની સંભાવના છે. પૈતૃક પૈસા અને મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધશે. કાર્યસ્થળમાં ખાસ કરીને ઉપરી અધિકારીઓ સાથે તકરાર અને વિવાદ શક્ય છે. સામાજિક સંપર્કોમાં પણ સાવચેત રહો કારણ કે વાણીમાં કડવાશને કારણે સંબંધોમાં તકલીફ થવાની શક્યતાઓ રહેલી છે.
મકર: મકર લગ્ન અને રાશિના લોકોને જીવન સાથી અને ભાગીદારીમાં તણાવની સંભાવના છે. ઘરનું વાતાવરણ અવ્યવસ્થિત બની શકે છે, જેનાથી પારિવારિક સુખમાં ઘટાડો થશે. બ્લડ પ્રેશર અને માંસપેશીઓમાં દુખાવો જેવી માતાની સમસ્યાઓ વધશે. કાર્યક્ષેત્રમાં અવરોધોની સાથે અધિકારીઓ સાથે વિવાદમાં ફસાઈ જવાની શક્યતાઓ રહેલી છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. પરિવારમાં મોટા ભાઈ- બહેનો સાથે તકરાર પણ થઈ શકે છે.
કુંભ: કુંભ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે, પરંતુ ઉતાવળે નિર્ણય લેવાનું ટાળો. નાના ભાઈ- બહેન અને પડોશીઓ સાથે સંઘર્ષની સ્થિતિ બની શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. પિતા કે ઘરના વડીલો સાથે વિવાદ ટાળવો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો.
મીન: મીન રાશિના જાતકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીંતર વિવાદો થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ, ખાસ કરીને પાચન અને બ્લડ પ્રેશર પણ સમસ્યાઓનું કારણ બની શકે છે. સંતાન સંબંધી વિવાદ શક્ય છે. રોકાણ કરતી વખતે સાવચેત રહો કારણ કે ધનના અધિપતિ મંગળની નીચની સ્થિતિ તમારી મિલકતને નુકસાન પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન, ધ્યાન અને શારીરિક વ્યાયામ દ્વારા તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વહન કરવું ફાયદાકારક છે.