હિંદુ ધર્મમાં વેદ- પુરાણોની જેમ ઘણા ગ્રંથોને પણ ખુબ જ મહત્વ આપ્યું છે. જેમાં શ્રીમદ ભગવતગીતા મુખ્ય છે. માગશર મહિનાની મોક્ષદા અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે ૩ ડિસેમ્બર ૨૦૨૨ શનિવારે ગીતા જયંતી ઉજવવામાં આવશે. ભારતના બહુમતી ઘરોમાં શ્રીમદ ભગવતગીતા પૂજા સ્થાન પર રાખવામાં આવે છે અને રોજ તેની પૂજા પણ કરવામાં આવે છે.
ઘણા લોકો રોજ ગીતા વાંચે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં પૂરા સન્માન સાથે શ્રીમદ ભગવતગીતા રાખવી શુભ જણાવ્યું છે પરંતુ ગીતા રાખવામાં થોડી ભૂલો નુકસાનનું કારણ પણ બને છે. તેથી ગીતા જયંતિના અવસર પર ગીતાને ઘરમાં યોગ્ય રીતે રાખવાના નિયમોને જાણવા વધુ સારું રહેશે.
ઘરમાં શ્રીમદ ભગવતગીતા રાખવાના જરૂરી નિયમો: જો તમે ઘરમાં શ્રીમદ ભગવતગીતા રાખતા હોય તો ઘરની પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો. સમયસર ઘરની સફાઈ કરતા રહો. ખાસ કરીને જ્યાં ગીતા રાખવામાં આવી છે ત્યાંની સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખો.
જે રૂમમાં શ્રીમદ ભગવતગીતા રાખવામાં આવી હોય તે રૂમમાં ક્યારેય પગરખાં અને ચપ્પલ પહેરીને ના જશો સાથે જ ચામડાની કોઈ વસ્તુ ના રાખો. ઘરમાં નોનવેજ- દારૂ જેવી પ્રતિશોધક વસ્તુઓ ના લાવવી. તેમ કરવાથી ખૂબ જ અશુભ ફળ મળે છે.
સ્નાન કર્યા વિના ગીતાને સ્પર્શ કરશો નહીં. જન્મ- મૃત્યુના સુતક સમયે પણ ગીતાને સ્પર્શ ના કરો. મંદિરમાં જ્યાં ગીતા રાખવામાં આવે છે તે સ્થાનને પણ સ્નાન કર્યા પછી જ સાફ કરવું જોઈએ. જો જરૂરી હોય તો સફાઈ કર્યા પછી ફરીથી સ્નાન કરો.
શ્રીમદ ભગવતગીતા ખૂબ જ પવિત્ર ગ્રંથ છે જેને ક્યારેય જમીન પર ના રાખવી જોઈએ. તેને હંમેશા આદર સાથે સ્થાન અથવા ટેબલ વગેરે પર રાખો. ગીતાને દર વખતે ખુલ્લી ના રાખો. વાંચ્યા પછી ગીતાને બંધ કરીને લાલ કપડામાં લપેટીને મુકો. કાપડ પણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ. ગીતાને ફાટેલા કે ગંદા કપડામાં ના રાખો.
જ્યારે પણ ગીતાનો પાઠ કરો ત્યારે વચ્ચે ના ઉભા થઇ જાઓ. તેમજ કોઈ અધ્યાય અધૂરો ના છોડો. તે અધ્યાય પૂર્ણ કરો અને ફરી વખત નવા અધ્યાય સાથે શરુ કરો. તેમજ ગીતા વાંચતી વખતે મનને શાંત રાખો અને ખરાબ વિચારોથી દૂર રહો. અગિયારસના દિવસે ગીતાનો પાઠ કરો. તેનાથી ખૂબ જ શુભ ફળ મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)