ઘરની આ દિશામાં રાખેલ તુલસી મની પ્લાન્ટની જેમ કરે છે કામ, ધનથી ભરી દે છે તિજોરી

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલું છે. ઘરમાં તુલસીના છોડને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરોમાં તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીનો નિવાસ કાયમ રહે છે. તેનાથી તુલસી માં પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે. તેનાથી ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડ માટે વિશેષ દિશા જણાવવામાં આવી છે.

વાસ્તુ શાસ્ત્રમાં દિશા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કોઈપણ વસ્તુની સકારાત્મક અસર ત્યારે જ જોવા મળે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. તુલસીના છોડથી પ્રેમ વધે છે. ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. તેવામાં જો તુલસીનો છોડ ઘરની ખોટી દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો કયા દિવસે તુલસીનો છોડ લગાવવો શુભ હોય છે.

ઘરની આ દિશામાં લગાવો તુલસી: વાસ્તુ નિષ્ણાતો કહે છે કે તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ના લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી વાસ્તુ દોષ વધે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તેવી સ્થિતિમાં ઘરની ઉત્તર- પૂર્વ અથવા ઉત્તર દિશા તુલસીના છોડ માટે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરના આધ્યાત્મિક વિકાસને વેગ મળે છે અને પરિવારના સભ્યો વચ્ચેનો મતભેદ દૂર થાય છે.

તુલસીનો છોડ લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો: જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી રહ્યા છો તો કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આ બાબતોનું ધ્યાન ના રાખવામાં આવે તો માં લક્ષ્મી ક્રોધિત થાય છે અને વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રવિવાર અને એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ના તોડવા.

સાથે જ સાંજ પછી પણ તુલસીના પાન ના તોડવા જોઈએ. રાત્રે તુલસીના છોડને પાણી ના પીવડાવવું જોઈએ. જો કોઈ તેવું કરે છે તો તે જીવનમાં અવરોધો ઉભા કરે છે. તુલસીના નિયમોનું પાલન કરવાથી ખરાબ પરિણામોથી બચી શકાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)