પુરાણોનું માનીએ તો જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની આત્મા શરીર ત્યાગી દે છે. ત્યારબાદ તે વ્યક્તિના કર્મોની અનુસાર તે આત્મા સ્વર્ગ કે નરકમાં જાય છે. ત્યાં ગયા બાદ તે મરનારા વ્યક્તિના કર્મોની અનુસાર સજા કે લાભ પણ મળે છે. હવે તે સ્વર્ગ અને નરક કેવું છે, કયા કર્મથી વ્યક્તિને સ્વર્ગ કે નરકમાં સ્થાન પ્રાપ્ત થાય છે આ સવાલોના જવાબ હિંદુ ધર્મ કઠોપનિષદ અને ગરુડ પુરાણમાં જોવા મળે છે.
ગરુડ પુરાણ એક સંવાદ છે જેને ભગવાન વિષ્ણુના પક્ષીરાજ ગરુડે સંભળાવ્યું હતું. તેમાં તેમણે સ્વર્ગ, નર્ક, મૃત્યુ, યમલોક અને મૃત્યુના બાદની સ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ગરુડ પુરાણમાં યમલોક અને નરક અંગે ઘણીબધી વાતો લખવામાં આવી છે જેના અંગે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
ભગવાન વિષ્ણુના પક્ષીરાજ ગરુડથી યમમાર્ગ અને નરકનો ઉલ્લેખ કરતા કહે છે કે કુલ ૮૪ લાખ નર્ક હોય છે. તેમાંથી ૨૧ નરક મુખ્ય છે. તેના નામ તામીસ્ત્ર, લોહશંકુ, મહારૌરવ, શલ્મલી, રૌરવ, કુડમલ, કાલસૂત્ર, પૂતીમૃત્તિક, સંઘાત, લોહીતોદ, સવિષ, સાંપ્રતાપન, મહાનિરય, કાકોલ, સંજીવન, મહાપ્થ, અવિચી, અંધતામીસ્ત્ર, કુમ્ભીપાક, સાંપ્રતાપન અને તપન છે.
ભગવાન વિષ્ણુ કહે છે કે આ નર્કોમાં તે પાપી મનુષ્ય આવે છે જે ધર્મથી વિમુખ હોય છે. તેમણે પોતાના કર્મોના અનુસાર નરકમાં ઘણા યુગો સુધી રહેવું પડે છે. આ નર્કોમાં ઘણા યમદૂત પણ રહે છે. આ યમદૂત પાપી મનુષ્યોને ભિન્ન ભિન્ન પ્રકારની યાતનાઓ તથા કષ્ટ આપે છે. ગરુડ પુરાણ અનુસાર નરકમાં મોકલતા પહેલા પાપી મનુષ્યોને ચિત્રગુપ્તની સામે ઉભું રહેવું પડે છે.
ચિત્રગુપ્ત યમરાજ અને મનુષ્યોના કર્મોના લેખા જોખા રાખવાના અધિકારી હોય છે. જયારે કોઈ યમરાજ કોઈ મનુષ્યને લાવે છે તો તે પહેલા મનુષ્યની આત્માને તેના પાપ અને પુણ્ય ગણાવે છે ત્યારબાદ તે તેના આધાર પર તે નિર્ણય કરે છે કે વ્યક્તિ સ્વર્ગ જશે કે નરક. આ બિલકુલ તેવું જ હોય છે જેમ એક અદાલતમાં અપરાધીને જજ સજા સંભળાવે છે.
સજાનો નિર્ણય થયા બાદ યમરાજ પોતાન દૂત ચંડ અને પ્રચંડને આદેશ આપે છે કે આ પાપી મનુષ્યને કયા કયા નર્કોમાં લઇ જવાના છે. ત્યારબાદ યમદૂત મનુષ્યની આત્માને પાશમાં બાંધીને યમલોકથી નરક લઇ જાય છે. ગરુડ પુરાણ આ નર્ક અંગે કહે છે કે અહી એક શાલ્મલીનું વૃક્ષ છે. આ ઝાડનો વિસ્તાર ૨૦ કોસ એટલે કે લગભગ ૪૦ કિમી છે.
તો તેની ઊંચાઈ એક યોજન એટલે કે લગભગ ૧૨ કિમી છે. અગ્નિની જેમ ધગધગતા આ વૃક્ષમાં યમદૂત પાપી મનુષ્યને બાંધે છે અને પછી તેણે ભયાનક દંડ આપે છે. નરક કોણ કોણ જાય છે આ અંગેનો ઉલ્લેખ પણ ગરુડ પુરાણમાં જોવા મળે છે.
તેના અનુસાર તેવા લોકો નરક ભોગવે છે જે ઈશ્વરને ધ્યાનમાં રાખીને અન્ન – ધન- દાન નથી કરતા. તેઓ બસ પોતાના અને પોતાના પરિવારનું પેટ પોષવા માટે ધન કમાય છે અથવા સંચિત કરે છે. આ પ્રકારના લોકોને નરકમાં દંડ મળે છે. એટલે જો તમે નરકમાં જવાથી બચવા માંગો છો તો અન્ન ધનનું દાન અવશ્ય કરો.